Site icon

Gadar 2 : સિનેમાના ઈતિહાસ માં ‘ગદર 2’નો સૌથી મોટો રેકોર્ડ, ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ’ ના નારા થી ગુંજી ઉઠ્યા થિયેટર

 સની દેઓલ ની ફિલ્મ ગદર એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. અભિનેતાએ શાહરૂખ ખાનની 'પઠાણ'નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

Gadar 2 box office collection in the history of indian cinema

Gadar 2 box office collection in the history of indian cinema

News Continuous Bureau | Mumbai 

Gadar 2 : બોલિવૂડ અભિનેતા સની દેઓલ એ ધમાકેદાર વાપસી કરી છે.અભિનેતાની ગર્જના બોક્સ ઓફિસ પર ગુંજી રહી છે. સની પાજી ની તાજેતરની રિલીઝ થયેલી ગદર 2 પણ વર્ષ 2000ની જેમ ઈતિહાસ રચી રહી છે. 22 વર્ષ પછી રિલીઝ થયા બાદ પણ ફિલ્મના બીજા ભાગને ઘણો પ્રેમ મળી રહ્યો છે. અનિલ શર્માના ડાયરેક્શને ફરી એકવાર હિન્દી દર્શકો ને મંત્રમુગ્ધ કરી દીધા છે. સ્વતંત્રતા દિવસ પર ગદર 2 એ કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મે મંગળવારે 15 ઓગસ્ટે ઐતિહાસિક 53 કરોડની કમાણી કરી લીધી છે. હિન્દી સિનેમામાં આ એક ઈતિહાસ બની ગયો છે. સિનેમાના ઈતિહાસમાં આજ સુધી 15 ઓગસ્ટે રિલીઝ થયેલી કોઈ હિન્દી ફિલ્મે આટલી કમાણી કરી નથી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Yashica Dutt :  વખાણ પછી વિવાદોમાં આવી ‘મેડ ઇન હેવન 2’, લેખકે મેકર્સ પર લગાવ્યો આ આરોપ

ગદર 2 એ કમાણી ના મામલે રચ્યો ઇતિહાસ

આઝાદીનો આ દિવસ ‘ગદર 2’ માટે ઐતિહાસિક દિવસ રહ્યો છે. આ ફિલ્મે રિલીઝના પાંચમા દિવસે બોક્સ ઓફિસ પર 55 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ગદર 2 એ શાહરૂખ ખાનની ‘પઠાણ’નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. મંગળવારના કલેક્શન બાદ ‘ગદર 2’નું અત્યાર સુધીનું કુલ કલેક્શન 228.58 કરોડ થઈ ગયું છે. એક અઠવાડિયામાં જ આ ફિલ્મ 200 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. ગદર 2 વિશે વાત કરીએ તો ફિલ્મમાં અભિનેતા સની દેઓલ, અમીષા પટેલ, ઉત્કર્ષ શર્મા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા ગદરઃ એક પ્રેમ કથાને આગળ લઈ જાય છે. અનિલ શર્માએ તેનું નિર્દેશન કર્યું છે.

Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો
Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા
Ankita Lokhande: અંકિતા લોખંડેના પતિ વિકી જૈન ના હાથમાં લાગ્યા 45 ટાંકા, ઇમોશનલ થઈને શેર કર્યો ભાવનાત્મક સંદેશ
Exit mobile version