News Continuous Bureau | Mumbai
હિન્દી સિનેમામાં આ પ્રથમ વખત છે કે બે ફિલ્મોએ એક જ વર્ષમાં સ્થાનિક બોક્સ ઓફિસ પર રૂ. 400 કરોડનો આંકડો પાર કર્યો. શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘પઠાણ’ બાદ હવે એક્ટર સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ‘ગદર 2’ પણ આ એક્સક્લુઝિવ ક્લબમાં આવી ગઈ છે. ફિલ્મ ‘ગદર 2’એ તેની રિલીઝના 12માં દિવસે આ અદ્ભુત પરાક્રમ બતાવ્યું છે. ફિલ્મ ‘પઠાણ’ રિલીઝના 11માં દિવસે 400 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ હતી.
આ સમાચાર પણ વાંચો : gadar 2: જાણો ક્યારે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ગદર 2’? નિર્માતા એ આપી આ વિશે માહિતી
ગદર 2 એ 12 માં દિવસે કરી આટલી કમાણી
ફિલ્મ ગદર 2 એ 11 દિવસમાં કુલ 388.60 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. મીડિયા અહેવાલો અનુસાર, ફિલ્મે 12મા દિવસે 11.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, એટલે કે ફિલ્મની કુલ કમાણી લગભગ 400.10 કરોડ રૂપિયા થઈ ગઈ છે. બીજી તરફ ગદર 2 પઠાણનો રેકોર્ડ તોડી શકશે કે નહીં તે તો સમય જ કહેશે. ગદર 2 પહેલા, પઠાણ 400 કરોડની કમાણી કરનાર સૌથી ઝડપી હિન્દી ફિલ્મ હતી. હવે ગદર 2 એ પઠાણના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. બંને ફિલ્મોએ 12 દિવસમાં 400 કરોડની કમાણી કરી લીધી છે. બીજી તરફ, બાહુબલી 2 (હિન્દી) એ 14 દિવસમાં 400 કરોડ ક્લબમાં એન્ટ્રી મેળવી હતી. KGF 2 (હિન્દી) એ 23માં દિવસે 400 કરોડ ક્લબમાં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ સનીની ફિલ્મે વિશ્વભરમાં 500 કરોડની કમાણી કરી છે.