Site icon

gadar 2: સની દેઓલ ની ફિલ્મ ગદર 2 ની OTT રીલિઝ ની જાણ થતાં જ, પ્રેક્ષકો એ થિયેટર થી કર્યો કિનારો, થઈ અત્યાર સુધીની સૌથી ઓછી કમાણી

gadar 2: 'ગદર 2'ની કમાણી પર બ્રેક લાગી છે. ફિલ્મની કમાણી હવે 50 લાખ રૂપિયાથી ઓછી છે.

gadar 2 ott release date and gadar 2 box office collection

gadar 2 ott release date and gadar 2 box office collection

News Continuous Bureau | Mumbai 

gadar 2:  સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ‘ગદર 2’ એ 500 કરોડથી વધુની કમાણી કરીને ઘણા રેકોર્ડ બનાવ્યા છે. એક મહિના સુધી બોક્સ ઓફિસ પર પ્રભુત્વ જમાવનાર ‘ગદર 2’ની કમાણી હવે ઝડપથી ઘટી રહી છે. 11 ઓગસ્ટે રિલીઝ થયેલી ‘ગદર 2’ એ તેના પાંચમા શુક્રવાર, 15 સપ્ટેમ્બરે માત્ર 45 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ પહેલીવાર છે જ્યારે ફિલ્મે એક દિવસમાં 50 લાખ રૂપિયાથી ઓછી કમાણી કરી છે. ઘરેલું બોક્સ ઓફિસ પર 517 કરોડ રૂપિયાની કમાણી કરનાર ‘ગદર 2’ના કલેક્શનમાં ઘટાડાનું એક કારણ ફિલ્મની OTT રિલીઝ ડેટ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો  : Arjun kapoor in singham again:અજય દેવગણ ની ફિલ્મ સિંઘમ અગેઇન માં થઇ અર્જુન કપૂરની એન્ટ્રી, રોહિત શેટ્ટીની ફિલ્મમાં ભજવશે આ ભૂમિકા

ગદર 2 ની OTT રિલીઝ ડેટ 

અહેવાલો અનુસાર, અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ‘ગદર 2’ આવતા મહિને 6 ઓક્ટોબરે OTT પ્લેટફોર્મ ZEE5 પર રિલીઝ થશે. Zee5 એ ગદર 2 ના રાઇટ્સ ખરીદ્યા છે. સિનેમા બાદ હવે દર્શકો OTT પર પણ ફિલ્મની મજા માણી શકશે. ‘ગદર 2’ 2001ની ‘ગદર’ની સિક્વલ છે. ગદરના બંને ભાગો બોક્સ ઓફિસ પર જોરદાર હિટ રહ્યા છે.

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version