News Continuous Bureau | Mumbai
‘ગદર 2’ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફથી ખૂબ જ સારો રિવ્યુ મળી રહ્યો છે. આ જ કારણ છે કે ફિલ્મે માત્ર 10 દિવસમાં બોક્સ ઓફિસ પર 360 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. પરંતુ, હજુ પણ ફિલ્મનો ક્રેઝ સમાપ્ત થયો નથી. એક તરફ કેટલાક લોકો ‘ગદર 2’ બતાવવા માટે લોકોથી ભરેલી ટ્રકને સિનેમા હોલમાં લઈ જઈ રહ્યા છે. તે જ સમયે, કેટલાક લોકો એવા છે જેઓ ઓટીટી પર ‘ગદર 2’ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. આ લોકો માટે, ફિલ્મના નિર્માતા શારિક પટેલે એક અપડેટ જારી કર્યું છે.
રિલીઝ ના બે મહિના પછી OTT પ્લેટફોર્મ પર આવશે ગદર 2
સિનેમાઘરોના નિયમ અનુસાર, કોઈપણ ફિલ્મને રિલીઝ થયાના ચાર અઠવાડિયા પછી જ OTT પર સ્ટ્રીમ કરી શકાય છે. બીજી તરફ, નિર્માતા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ગદર 2’ બે મહિના પછી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. નિર્માતાએ મોડિયા ને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “ફિલ્મ તેની રિલીઝના ઓછામાં ઓછા બે મહિના પછી OTT પર આવશે. જો કે, અમે હજુ સુધી OTT રિલીઝની તારીખ નક્કી કરી નથી. પરંતુ, કદાચ દિવાળીની આસપાસ ફિલ્મ OTT પર રિલીઝ થશે.
આ સમાચાર પણ વાંચો : Indian Idol 14: સિંગિંગ રિયાલીટી શો માં હોસ્ટ ની સાથે જજ પણ બદલાયા,નેહા કક્કર અને હિમેશ રેશમિયા ની જગ્યા એ આ દિગ્ગજ સિંગર કરશે ઇન્ડિયન આઈડોલ ને જજ
બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે ગદર 2
નિર્માતાએ વધુમાં ઉમેર્યું હતું કે, “ફિલ્મ બોક્સ ઓફિસ પર અસાધારણ રીતે સારી કમાણી કરી રહી છે. 10 દિવસમાં, ફિલ્મે રૂ. 360 કરોડનો આંકડો પાર કરી લીધો છે. હા, તે ફિલ્મના સહ-નિર્માતા પણ છે અને તેની પાસે ફિલ્મના ડિજિટલ અને ફિઝિકલ રિલીઝ ના સેટેલાઇટ રાઇટ્સ પણ છે. તેઓ સિનેમા જોવાની પ્રેક્ષકોની ઉત્સુકતાને જીવંત રાખવા માટે તેના ડિજિટલ સ્ટ્રીમિંગમાં વિલંબ કરવાનો પણ ઇરાદો ધરાવે છે. આવી સ્થિતિમાં, ‘ગદર 2’ની OTT રિલીઝની રાહ જોતા દર્શકોએ થોડો લાંબો સમય રાહ જોવી પડી શકે છે..”
