News Continuous Bureau | Mumbai
Gadar 2 : સની દેઓલ અને અમીષા પટેલની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ગદર 2’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનું ટ્રેલર જોયા બાદ ચાહકોને હાશકારો થયો હતો. હવે તેમનો ઉત્સાહ બમણો થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે, આ વખતે માત્ર સની દેઓલની ખતરનાક સ્ટાઈલથી જ પાકિસ્તાનમાં ખળભળાટ નથી મચી ગયો, પરંતુ તેના પુત્ર ચરણજીત સિંહના એક્શને પણ લોકોના હોશ ઉડાવી દીધા છે.
ગદર 2 નું ગ્રાન્ડ ટ્રેલર થયું રિલીઝ
ટ્રેલરની શરૂઆત તારા સિંહ તેના પુત્ર જીતે અને તેની પત્ની સકીના સાથે ખુશીથી રહે છે. પરંતુ, તેમના પર મુશ્કેલી ત્યારે આવે છે જયારે તેમનો દીકરો જીતે પાકિસ્તાન જાય છે. તારા સિંહ સાથે બદલો લેવા માટે, પાકિસ્તાનના લોકો તેના પુત્રને બંદી બનાવી લે છે અને પછી… તારા સિંહ પાકિસ્તાન આવે છે અને ગભરાટ મચાવે છે. તે પોતાના પરિવાર માટે બધા સાથે લડે છે. મળતી માહિતી મુજબ આ વખતે ફિલ્મની વાર્તા તારા સિંહ અને તેના પુત્ર ચરણજીતની આસપાસ ફરશે. આ ફિલ્મમાં 1970ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ફસાયેલા પિતા અને પુત્ર વચ્ચેના અતૂટ સંબંધોને દર્શાવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : New Delhi: સુપ્રીમ કોર્ટમાં તપાસ જારી… શું ગેરકાયદેસર બાળકો પૈતૃક સંપત્તિ પર અધિકાર ધરાવી શકે છે… વાંચો આ રસપ્રદ કિસ્સાની સંપુર્ણ વિગતો…..
ગદર 2 નું બજેટ
વર્ષ 2001માં આવેલી ફિલ્મ ગદર નું બજેટ લગભગ 19 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જ્યારે ગદર 2નું બજેટ અંદાજે 100 કરોડનું છે. રિપોર્ટ્સનું માનીએ તો ગદર એકમાત્ર એવી ફિલ્મ હતી જે 350 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી પરંતુ ફિલ્મની દસ કરોડ ટિકિટો વેચાઈ હતી, ગદરના પહેલા ભાગે રેકોર્ડ બનાવ્યો હતો. ગદર 2 ની લીડ કાસ્ટની ફી વિશે વાત કરીએ તો, સની દેઓલે આ ફિલ્મ માટે 5 કરોડ ચાર્જ કર્યા છે, જ્યારે અમીષાએ 2 કરોડ ચાર્જ કર્યા છે. જોકે, અમીષા ને ફિલ્મમાં પહેલાની સરખામણીમાં ઘણી ઓછી જગ્યા મળી છે. બીજી નવી એન્ટ્રી છે – સિમરત કૌર. જે સનીની વહુ મુસ્કાનનું પાત્ર ભજવતી જોવા મળશે.