Gandhi Talks Movie Review:‘ગાંધી ટોક્સ’ રિવ્યુ: ડાયલોગ વગર પણ ઘણું કહી જાય છે વિજય સેતુપતિની ફિલ્મ; એ.આર. રહેમાનનું સંગીત અને શાનદાર અભિનય જીતશે દિલ

Gandhi Talks Movie Review:આધુનિક જમાનામાં ‘સાઈલન્ટ સિનેમા’નો અનોખો પ્રયોગ; લાલચ અને નૈતિકતા પર ધારદાર કટાક્ષ, જાણો કેવો છે વિજય સેતુપતિ અને અદિતિ રાવ હૈદરીની ફિલ્મનો જાદુ

by Zalak Parikh
Gandhi Talks Movie Review: Vijay Sethupathi Shines in This Silent Satire

News Continuous Bureau | Mumbai

Gandhi Talks Movie Review:આજના ફાસ્ટ અને ડાયલોગથી ભરપૂર સિનેમાના યુગમાં ડિરેક્ટર કિશોર બેલેકર એક એવી ફિલ્મ લાવ્યા છે જે તમને દાદા સાહેબ ફાળકેના મૌન યુગની યાદ અપાવશે. ‘ગાંધી ટોક્સ’ (Gandhi Talks) એ માત્ર એક મનોરંજન નથી પણ સમાજમાં પ્રવર્તતા ભ્રષ્ટાચાર અને માનવીય લાલચ પર એક મૌન વ્યંગ છે.વાર્તાની શરૂઆત થાય છે મહાદેવ (વિજય સેતુપતિ) થી, જે એક શિક્ષિત યુવાન છે અને નોકરીની શોધમાં ભટકી રહ્યો છે. બીજી તરફ બોસમેન (અરવિંદ સ્વામી) એક અમીર ઉદ્યોગપતિ છે જે અંદરથી ખાલીપો અનુભવે છે. આ બંનેની દુનિયા જ્યારે ટકરાય છે, ત્યારે લાલચ, નૈતિકતા અને માનવતાના વિવિધ પાસાઓ સામે આવે છે. આ આખી સફરમાં ડાયલોગ નથી, માત્ર એ.આર. રહેમાનનું જાદુઈ સંગીત અને પાત્રોના ચહેરાના હાવભાવ છે.

આ સમાચાર પણ વાંચો :  Dhurandhar OTT Release:રણવીર સિંહની ‘ધુરંધર’ એ રજનીકાંત-શાહરૂખના રેકોર્ડ તોડ્યા! 55 દિવસ બાદ હવે OTT પર થશે રિલીઝ, ફેન્સને મળશે મોટું સરપ્રાઈઝ

અભિનયમાં વિજય સેતુપતિનો દબદબો

ફિલ્મ ‘ગાંધી ટોક્સ’માં કલાકારોના અભિનયની વાત કરીએ તો, વિજય સેતુપતિએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તેઓ કેમ મહાન એક્ટર છે; એક પણ શબ્દ બોલ્યા વગર માત્ર આંખો અને બોડી લેન્ગવેજથી તેમણે ગુસ્સો, લાચારી અને પ્રેમ જેવી સંવેદનાઓ અદભૂત રીતે વ્યક્ત કરી છે. તેમની સાથે અરવિંદ સ્વામીએ પોતાના ગંભીર અંદાજથી પાત્રની ગૂંચવણને સચોટતા આપી છે, જ્યારે અદિતિ રાવ હૈદરી ફિલ્મમાં ભાવનાત્મક નરમાશ ઉમેરે છે. મરાઠી અભિનેતા સિદ્ધાર્થ જાધવ એક નાના ચોરના રોલમાં ફિલ્મમાં ડાર્ક હ્યુમર અને ગતિ લાવવામાં સફળ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Zee Studios (@zeestudiosofficial)


ફિલ્મના સકારાત્મક પાસાઓમાં તેની અદભૂત સિનેમેટોગ્રાફી અને એ.આર. રહેમાનનું સંગીત મુખ્ય છે, જે સંવાદોની ખોટ પૂરી કરે છે. જોકે, માઈનસ પોઈન્ટમાં ફિલ્મની ગતિ ક્યાંક ધીમી લાગે છે, જે મસાલા ફિલ્મોના શોખીનોને થોડી ‘ભારે’ લાગી શકે છે. ટૂંકમાં, જો તમે સિનેમાના ખરા શોખીન હોવ અને કંઈક નવું તેમજ પ્રાયોગિક જોવાનું પસંદ કરતા હોવ, તો વિજય સેતુપતિની આ ફિલ્મ એક યાદગાર અનુભવ સાબિત થશે, પરંતુ માત્ર એક્શન અને ડાયલોગબાજી શોધતા પ્રેક્ષકો માટે આ ફિલ્મ ધીરજની કસોટી સમાન બની શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More