News Continuous Bureau | Mumbai
આલિયા ભટ્ટ (Alia Bhatt)સ્ટારર ગંગુબાઈ કાઠિયાવાડી (Gangubai Kathiyawadi) તાજેતરમાં 26મી એપ્રિલ 2022ના રોજ નેટફ્લિક્સ (Netflix) પર પ્રસારિત થઈ હતી. આ ફિલ્મ ટૂંકા ગાળામાં વૈશ્વિક સ્તરે નેટફ્લિક્સ પર નંબર વન બિન-અંગ્રેજી (Non-english film) ફિલ્મ બની ગઈ છે. આલિયાએ પોતાના અભિનયથી બધાને દિવાના બનાવી દીધા છે. આ ફિલ્મમાં તેના જોરદાર અભિનયના (acting) બધાએ વખાણ કર્યા છે. 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. હાલમાં જ OTT (Netflix) પર રીલિઝ થયેલી આ ફિલ્મ ત્યાં પણ રેકોર્ડ તોડતી જોવા મળી રહી છે.
આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા (social media)પર પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે. લગભગ એક અઠવાડિયા પહેલા નેટફ્લિક્સ (Netflix) પર રિલીઝ થયેલી આ ફિલ્મ વૈશ્વિક સ્તરે નંબર વન નોન-અંગ્રેજી ફિલ્મ (non-english film) બની ગઈ છે. આ ફિલ્મને એક સપ્તાહમાં 13.82 મિલિયન કલાક જોવામાં આવી છે. આલિયા ભટ્ટે પોસ્ટ શેર કરીને કહ્યું કે કેનેડા,(canada) યુનાઇટેડ કિંગડમ (UK), દક્ષિણ આફ્રિકા (south Africa), ઓસ્ટ્રેલિયા (Australia), ન્યુઝીલેન્ડ (New Zealand) અને સંયુક્ત આરબ અમીરાત (UAE) સહિત વિશ્વના 25 દેશોમાં આ ફિલ્મ ટોપ 10ની (top-10) યાદીમાં સામેલ છે.ફિલ્મ વિશે વાત કરતા ફિલ્મના નિર્માતા સંજય લીલા ભણસાલીએ (Sanjay Leela Bhansali) કહ્યું- 'ગંગુબાઈ કાઠિયાવાડી (Gangubai Kathiyawadi) એક ખાસ ફિલ્મ છે, જેને હું મારા દિલની ખૂબ નજીક માનું છું. પહેલા આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને હવે તે નેટફ્લિક્સ (Netflix) પર છે. મને એ જોઈને આનંદ થાય છે કે નવા દર્શકોને કારણે ફિલ્મ મોટા સ્તરે પહોંચી છે. Netflix પર તેની સફળતા દર્શાવે છે કે ગંગુબાઈની મહિલાઓ માટે ન્યાય માટેની લડતની વાર્તા સાર્વત્રિક છે.
આ સમાચાર પણ વાંચો: ઐશ્વર્યા રાય બચ્ચન અને ત્રિશા કૃષ્ણન સ્ટારર ફિલ્મ 'પોનીયિન સેલવાન' ના ઓટીટી રાઇટ્સ મેકર્સે અધધ આટલા કરોડમાં વેચ્યા
ગંગુબાઈ કાઠિયાવાડીનું (Gangubai Kathiyawadi)નિર્દેશન અને લેખન ભણસાલી પ્રોડક્શન્સ (Bhansali production)દ્વારા કરવામાં આવ્યું છે અને સંજય લીલા ભણસાલી દ્વારા ડૉ. જયંતિલાલ ગડા (Dr. Jayentilal Gada)(PAN સ્ટુડિયો) દ્વારા નિર્મિત છે. આલિયા ભટ્ટ ઉપરાંત આ ફિલ્મમાં અજય દેવગણ, જીમ સરભ, શાંતનુ મહેશ્વરી, વિજય રાજ, ઈન્દિરા તિવારી અને સીમા ભાર્ગવ પણ છે.ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' હુસૈન ઝૈદીના પુસ્તક 'માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ' (Mafia queens of Mumbai) પર આધારિત છે જે વર્ષ 2011માં પ્રકાશિત થઈ હતી.
 
			         
			         
                                                        