ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ફેબ્રુઆરી 2022
ગુરૂવાર
આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું નવું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. આલિયા ભટ્ટની આગામી ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' જોવા માટે ચાહકો ઉત્સુક છે, જેનું નિર્દેશન સંજય લીલા ભણસાલી કરી રહ્યાં છે. આ સાથે ટ્રેલર રિલીઝ વિશે પણ માહિતી આપવામાં આવી છે. ગંગુબાઈ કાઠિયાવાડીનું ટ્રેલર 4 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે પણ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું.
લાલ રંગની બિંદીમાં આલિયા ભટ્ટનો લુક એકદમ ઈન્ટેન્સ લાગે છે અને તે પલંગ પર સૂતી જોવા મળે છે. કેપ્શનમાં, આલિયા ભટ્ટે ખુલાસો કર્યો કે ગંગુબાઈ કાઠિયાવાડીનું ટ્રેલર 4 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. અભિનેત્રીએ લખ્યું, 'ગંગુ આવી રહી છે. ટ્રેલર 4 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. ગંગુબાઈ કાઠિયાવાડી 25 ફેબ્રુઆરી, 2022 ના રોજ સિનેમાઘરોમાં આવશે." આલિયા ઉપરાંત, સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત આ ફિલ્મમાં વિજય રાઝ, ઈન્દિરા તિવારી, સીમા પાહવા અને અજય દેવગણ અને ઈમરાન હાશ્મી પણ હશે.
આલિયા ફિલ્મોમાં સશક્ત પાત્રો ભજવે છે, પરંતુ તે પહેલીવાર ડોનના રોલમાં જોવા મળી રહી છે. થોડા સમય પહેલા આ ફિલ્મનું પહેલું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. જોકે તેનું ટ્રેલર ચાહકોને વધુ પસંદ આવ્યું ન હતું. આ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીની વાર્તા પુસ્તક 'ધ માફિયા ક્વીન ઑફ મુંબઈ' પર આધારિત છે. હુસૈન ઝૈદીએ આ પુસ્તક લખ્યું છે.