Site icon

શું તમે હજી સુધી આલિયા ભટ્ટની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ નથી જોઈ? તો જોવા માટે થઇ જાઓ તૈયાર આ ઓટોટી પર મચાવશે ધમાલ

News Continuous Bureau | Mumbai

લોકોને આલિયા ભટ્ટની 9Alia Bhatt) ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી (Gangubai Kathiyawadi) પસંદ આવી હતી. ફિલ્મમાં આલિયાના કામની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. સંજય લીલા ભણસાલી (Sanjay leela bhansali) દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આલિયાના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મોમાંથી એક છે. આલિયા ભટ્ટની આ ફિલ્મ હવે OTT પર પ્રભુત્વ જમાવવા માટે તૈયાર છે. સિનેમાઘરો બાદ હવે આ ફિલ્મ નેટફ્લિક્સ (Netflix) પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની રિલીઝને લઈને નેટફ્લિક્સ ઈન્ડિયા દ્વારા સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીની (Gangubai Kathiyawadi) OTT રિલીઝ ડેટ Netflix દ્વારા તેના ટ્વિટર હેન્ડલ પર જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ 26 એપ્રિલે રિલીઝ થશે. નેટફ્લિક્સ (Netflix) ઈન્ડિયાએ તેના ઓફિશિયલ ટ્વિટર પેજ9Twitter page) પર ગંગુબાઈ કાઠિયાવાડીનો પ્રોમો વિડિયો (promo video) મૂક્યો છે અને કહ્યું છે કે આ ફિલ્મ હવે ટૂંક સમયમાં OTT પર જોઈ શકાશે. નેટફ્લિક્સે લખ્યું, 'દેખો-દેખો ચંદ્ર નેટફ્લિક્સ પર આવી રહ્યો છે.'

આ સમાચાર પણ વાંચો : ઐશ્વર્યા રાયે ‘કુછ કુછ હોતા હૈ’ માં ‘ટીના’ ના રોલ ની ઓફર કેમ ઠુકરાવી, અભિનેત્રીએ પોતે જણાવ્યું કારણ

તમને જણાવી દઈએ કે ગંગુબાઈ કાઠિયાવાડી (Gangubai Kathiyawadi) એક બાયોપિક છે જેમાં આલિયા લીડ રોલમાં છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ ઘણા વિવાદોમાં રહી હતી. આ ફિલ્મ અંગે ગંગુબાઈના પરિવારે કહ્યું કે ગંગુબાઈના પાત્રને ખોટી રીતે બતાવવામાં આવ્યું છે. મામલો કોર્ટ (Court) સુધી પહોંચ્યો પણ આખરે ફિલ્મ રિલીઝ થઈ. આ ફિલ્મમાં આલિયાના અભિનયની માત્ર દર્શકોએ જ નહીં પરંતુ સેલેબ્સ દ્વારા પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version