Site icon

સંજય લીલા ભણસાલીની ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદમાં ફસાઈ, ગંગુબાઈના દીકરાએ ફિલ્મ સામે ઉઠાવ્યો વાંધો; કહી આ વાત 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 18 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

શુક્રવાર, 

આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’  રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. હવે ગંગુબાઈના પરિવારે સંજય લીલા ભણસાલીની ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો છે અને આ ફિલ્મને લઈને ઘણા પ્રશ્નો  ઉભા કર્યા છે. ગંગુબાઈના પરિવારે સંજય લીલા ભણસાલીની ફિલ્મ પર ફિલ્મમાં સાચા તથ્યો સાથે ચેડા કરવાનો આરોપ લગાવ્યો છે. ફિલ્મમાં ખોટા તથ્યો બતાવવામાં આવ્યા છે. 

ગંગુબાઈના પુત્રના જણાવ્યા અનુસાર તેની માતા સામાજિક કાર્યકર્તા હતી, પરંતુ ફિલ્મની અંદર તેને વેશ્યા તરીકે દર્શાવવામાં આવી છે. આ દરમિયાન ગંગુબાઈના પરિવારે પણ કહ્યું કે સંજય લીલાની આ ફિલ્મ બનાવવા માટે તેમની પાસેથી કોઈ પરવાનગી લેવામાં આવી નથી. તો એવું પણ કહેવામાં આવ્યું હતું કે, જ્યારે ગંગુબાઈ પર પુસ્તક લખવામાં આવ્યું હતું, તે સમયે પરિવારની પરવાનગી પણ લેવામાં આવી ન હતી. 

ગંગુબાઈના પરિવારમાં, તેમના પુત્ર બાબુ રાવજી શાહ અને તેમની પૌત્રી ભારતી ફિલ્મને લઈને ખૂબ જ નારાજ છે. ગયા વર્ષે બાબુ રાવજી શાહે પણ આ મામલે કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેણે ફિલ્મ વિરુદ્ધ અરજી કરી હતી. આ પછી સંજય લીલા ભણસાલી અને આલિયા ભટ્ટને પણ મુંબઈની અદાલતે સમન્સ પાઠવ્યું હતું. 

મુંબઇના પોલીસકર્મીઓએ હવે 8 કલાકના બદલે આટલા કલાકની ફરજ બજાવવી પડશે, આ છે કારણ; જાણો વિગતે 

બોમ્બે હાઈકોર્ટે પાછળથી ગંગુબાઈ કાઠિયાવાડીની રિલીઝ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો અને ફિલ્મના નિર્માતાઓ સામે ફોજદારી માનહાનિની ??કાર્યવાહી પર વચગાળાનો સ્ટે પણ મંજૂર કર્યો હતો. મામલો હજી પેડિંગ છે. આજ તકના અહેવાલ મુજબ બાબુ રાવજી શાહે નારાજગી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું, ‘મારી માતાને વેશ્યા બનાવવામાં આવી છે. લોકો હવે મારી માતા વિશે બિનજરૂરી વાત કરે છે. 

‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી ગંગુબાઈનો પરિવાર ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ગંગુબાઈનો પરિવાર હવે વારંવાર ઘર બદલીને મુંબઈમાં રહેવા મજબૂર છે. તે કહે છે કે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ આસપાસના લોકો તેને પ્રશ્નો પૂછી રહ્યા હતા, જેના કારણે તે નારાજ થઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે ગંગુબાઈએ ચાર બાળકોને દત્તક લીધા હતા, પરંતુ આજે તેમનો પરિવાર ઘણો મોટો છે. ગંગુબાઈના પરિવારમાં ૨૦ લોકો રહે છે.

Kamini Kaushal passes away: બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન.
De De Pyaar De 2 Review: તમે પણ વિકેન્ડ માં દે દે પ્યાર દે ર જોવા નું વિચારી રહ્યા છો તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો ફિલ્મ નો રીવ્યુ
Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી
Jaya Bachchan: ફરી પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન, ફોટો લેવા ને લઈને કહી આવી વાત
Exit mobile version