News Continuous Bureau | Mumbai
Gauri Khan: શાહરુખ ખાન ની પત્ની ગૌરી ખાન એક પ્રખ્યાત ઈન્ટિરિયર ડિઝાઇનર છે. આ સિવાય ગૌરી એ શાહરુખ ખાન સાથે મળીને તેમનું પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ પ્રોડક્શન’ શરૂ કર્યું.છે. હવે બીજા સેલેબ્સ ની જેમ ગૌરી પણ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ માં રોકાણ કરતી રહે છે. તાજેતરમાં, શાહરૂખ ખાનની પત્ની ગૌરીએ પોતાનો એક આલીશાન ફ્લેટ વેચીને કરોડોનો નફો કમાયો છે.
આ સમાચાર પણ વાંચો: Anupama new entry: રાઘવ અને મોહિત બાદ અનુપમા માં થશે વધુ એક અભિનેતા ની એન્ટ્રી,રૂપાલી ગાંગુલી ના શો માં ભજવશે આવી ભૂમિકા
ગૌરી ખાને કર્યો નફો
મીડિયા રિપોર્ટ મુજબ ગૌરી ખાન એ મુંબઈના દાદર પશ્ચિમમાં સ્થિત પોતાનું રહેણાંક એપાર્ટમેન્ટ 11.61 કરોડમાં વેચી નાખ્યું છે. આ મિલકત કોહિનૂર અલ્ટિસિમો પ્રોજેક્ટમાં આવેલી છે.આ મિલકતનું બિલ્ટ અપ એરિયા 1,985.04 વર્ગ ફૂટ અને કાર્પેટ એરિયા 1,803.94 વર્ગ ફૂટ છે. એમાં બે કાર પાર્કિંગની સુવિધા પણ છે.ગૌરીએ આ મિલકત 2022માં 8.5 કરોડમાં ખરીદી હતી, જે હવે 11.61 કરોડમાં વેચાઈ છે. આ સમગ્ર રિયલ એસ્ટેટ ડીલમાં ગૌરીએ લગભગ 37% (રૂ. 3 કરોડ) નો નફો કર્યો છે.
Gauri Khan, a well known interior designer and wife of Bollywood star Shah Rukh Khan, has sold an almost 2000 sft apartment located in the project Kohinoor Altissimo in Mumbai’s Dadar West area for Rs 11.61 cr.
Having purchased the apartment in August 2022 for Rs 8.5 cr, Khan… pic.twitter.com/5DAZzaTFEU
— Zapkey (@ZapKeyIndia) April 1, 2025
દાદર પશ્ચિમ મુંબઈનું પ્રાઈમ લોકેશન છે, જ્યાં શિવાજી પાર્ક, પ્રભાદેવી અને માટુંગા જેવા ફેમસ સ્થળો નજીકમાં છે. આ લોકેશનમાં ટ્રાન્સપોર્ટની સુવિધા પણ ઉત્તમ છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)