Site icon

ગૂંચવાયેલા સંબંધોની ‘ગહેરાઈયાં’ દર્શાવે છે દીપિકાની નવી ફિલ્મ, જાણો ક્યારે અને ક્યાં રિલીઝ થશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 21 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

મંગળવાર

દીપિકા પાદુકોણ, સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે સ્ટારર ફિલ્મનું શીર્ષક, ફર્સ્ટ લુક અને રિલીઝ ડેટ બહાર આવી ગઈ છે. શકુન બત્રાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું નામ 'ગહેરાઈયાં' છે. આ ત્રણ સ્ટાર્સ સિવાય એક્ટર ધૈર્ય કરવા પણ આમાં જોવા મળશે, જેણે હિટ ફિલ્મ 'ઉરી'માં પોતાની શાનદાર એક્ટિંગથી દર્શકોના દિલ જીતી લીધા છે. આ ફિલ્મ આવતા વર્ષે થિયેટરોને બદલે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે.

શકુન બત્રાની આ ફિલ્મ એક રિલેશનશિપ ડ્રામા છે, જેમાં જટિલ આધુનિક સંબંધોની તસવીર બતાવવામાં આવી છે. દિગ્દર્શકે કહ્યું કે તે માનવીય સંબંધોની ગૂંચવણોમાંથી પસાર થતી યાત્રા છે, તે આધુનિક પુખ્ત સંબંધોનો અરીસો છે.તે દર્શાવે છે કે કેવી રીતે આપણે ભાવનાઓ અને લાગણીઓના ચક્રવ્યૂહમાંથી પસાર થઈએ છીએ અને આપણી દરેક ચાલ, દરેક નિર્ણય આપણા જીવન અને આપણી આસપાસના લોકોના જીવનને કેવી રીતે અસર કરે છે. આ ફિલ્મમાં દીપિકા, સિદ્ધાંત, અનન્યા અને ધૈર્ય ઉપરાંત નસીરુદ્દીન શાહ અને રજત કપૂર પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર 25 જાન્યુઆરી, 2022ના રોજ 240થી વધુ દેશોમાં એક્સક્લુઝિવલી એમેઝોન પ્રાઇમ વીડિયો પર થશે.

ફિલ્મ વિશે વાત કરતાં, ધર્મા પ્રોડક્શનના કરણ જોહર કહે છે, “'ગહેરાઈયાં' એ આધુનિક સંબંધોનું ઊંડું, વાસ્તવિક અને પ્રમાણિક અવલોકન છે. શકુને માનવીય લાગણીઓની જટિલતાઓ દર્શાવવાનું અદ્ભુત કામ કર્યું છે. તેમની સખત મહેનત અને કલાકારોના પ્રામાણિક અને શક્તિશાળી અભિનયએ ફિલ્મને આકર્ષક વાર્તા બનાવી છે.અમે એમેઝોન પ્રાઇમ વીડિયો પર ગહેરાઈયાં નું પ્રીમિયર કરવા માટે રોમાંચિત છીએ. ‘શેરશાહ’ પછી તેમની સાથે આ અમારો બીજો સહયોગ છે અને અમે આશા રાખીએ છીએ કે આ ફિલ્મ ભારત અને વિશ્વભરના પ્રેક્ષકો સાથે તાલ મિલાવશે, કારણ કે તેની મુખ્ય થીમ પ્રેમ અને મિત્રતા વિરુદ્ધ વ્યક્તિની મહત્વાકાંક્ષાઓ, ધ્યેયો અને સંઘર્ષ છે, જેની અપીલ સાર્વત્રિક છે. '

બચ્ચન પરિવારની આ વ્યક્તિને આવ્યું EDનું તેડુઃ પનામા પેપર લીક કેસને લગતી થશે તપાસ.જાણો વિગત

'કપૂર એન્ડ સન્સ' પછી ડિરેક્ટરની ખુરશી પર પાછા ફરેલા ડિરેક્ટર શકુન બત્રાએ કહ્યું, "અમારી અદ્ભુત ટીમ, ધર્મા પ્રોડક્શન્સ, અસાધારણરૂપે  પ્રતિભાશાળી કલાકારો અને ક્રૂ અને હવે એમેઝોન પ્રાઇમ વિડિયો સાથે આ સફર શરૂ કરવાનો મને ખૂબ જ આનંદ છે. . મને ખાતરી છે કે દર્શકો આ ફિલ્મ સાથે ખૂબ જ નજીકથી જોડાશે. હું વિશ્વભરના પ્રેક્ષકો તરફથી પ્રતિસાદ મેળવવા માટે ખૂબ જ ઉત્સુક છું.

Homebound OTT Release: ઓસ્કર એન્ટ્રી ‘હોમબાઉન્ડ’ હવે ઓટીટી પર ઉપલબ્ધ, ઘરે બેઠા જુઓ ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા ની આ ફિલ્મ
Sonam Kapoor: બીજી વાર માતા બનશે સોનમ કપૂર,સ્ટાઇલિશ અંદાજમાં કરી પ્રેગ્નન્સી ની જાહેરાત
Ahaan Panday: અહાન પાંડેની એક્શન થ્રિલરમાં ‘નવો’ ખલનાયક? બોલિવૂડનો આ ધમાકેદાર એક્ટર કરશે વિલન તરીકે કમબેક!
The Family Man 3 OTT Release Time: ધ ફેમિલી મેન 3 ઓટીટી પર ક્યારે રિલીઝ થશે? અહીં જાણો સંપૂર્ણ વિગતો
Exit mobile version