Site icon

ઘનશ્યામ નાયક ઉર્ફે નટુકાકા છોડી ગયા આટલી સંપત્તિ; જાણો તેમની મહિનાની કમાણી કેટલી હતી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 8 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

આપણા દેશમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે નટુકાકાને ઓળખતી ન હોય. નટુકાકાનું સાચું નામ જાણનારા બહુ ઓછા લોકો છે. તેમનું સાચું નામ ઘનશ્યામ નાયક છે. મોટા ભાગના લોકો તેમને નટુકાકાના નામથી ઓળખે છે. 3 ઑક્ટોબર, 2021ના રોજ તેમણે આ દુનિયાને અલવિદા કહ્યું, પરંતુ નટુકાકાએ ભજવેલું પાત્ર તેમના ચાહકોના હૃદયમાં કાયમ માટે અંકિત રહેશે.

12 મે, 1944ના રોજ જન્મેલા ઘનશ્યામ નાયકનો જન્મ મુંબઈમાં જ થયો હતો. તેઓ થોડા સમયથી કૅન્સર સામે લડી રહ્યા હતા. લાંબા સમય સુધી આ રોગ સામે લડ્યા પછી, 77 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું. તેઓ ભારતીય ફિલ્મ અને ટેલિવિઝનના જાણીતા અભિનેતા હતા. SAB ટીવી પર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટવરલાલ પ્રભાશંકર ઉંદાઇવાલા ઉર્ફે નટુકાકાની ભૂમિકા માટે મોટા ભાગના લોકો તેમને ઓળખે છે. તેમણે 1960માં હિન્દી ફિલ્મ માસૂમથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. એ પછી તેઓ ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં દેખાયા. અત્યાર સુધી તેઓ 100થી વધુ ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં દેખાયા હતા. આ ઉપરાંત તેમણે 350 હિન્દી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. તેઓ 100થી વધુ ગુજરાતી નાટકોનો પણ ભાગ રહ્યા છે. 

જાણો, શાહરુખ અને ગૌરી વચ્ચે કોણ વધારે કમાય છે?

અભિનેતા હોવાની સાથે તેઓ ગુજરાતી ફિલ્મોના જાણીતા પ્લેબેક સિંગર પણ હતા. તેમણે આશા ભોસલે અને મહેન્દ્ર કપૂર જેવા ગાયકો સાથે 350થી વધુ ગુજરાતી ફિલ્મોમાં ગાયું છે. હાલમાં દર મહિને તેમની આવક 7થી 8 લાખ રૂપિયા હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માશોમાં તેઓ એક એપિસોડ માટે 30 હજાર રૂપિયા લેતા હતા. આ શોમાં તેમણે જેઠાલાલના ગડા ઇલેક્ટ્રોનિક્સમાં મૅનેજરની ભૂમિકા ભજવી હતી. તેમની આવકનો મુખ્ય સ્રોત અભિનય હતો. છેલ્લાં કેટલાંક વર્ષોથી તે માત્ર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માશોમાં જોવા મળ્યા હતા. તેમની કુલ સંપત્તિની વાત કરીએ તો 2021માં તેમની કુલ સંપત્તિ 3 કરોડ હતી. જ્યારે 2020માં તેમની સંપત્તિ માત્ર 2.5 કરોડ હતી. ભલે આજે તેમણે આ દુનિયા છોડી દીધી છે, પરંતુ તેમના અભિનયના આધારે તે તેમના ચાહકોના હૃદયમાં કાયમ માટે અમર રહેશે. 

Anupamaa Spoiler Alert: અનુપમાનો માસ્ટર સ્ટ્રોક! અભિમાનમાં રાચતા કોઠારીઓ થયા પાયમાલ; હવે અનુપમાના એક જ નિર્ણયથી બદલાઈ જશે આખા પરિવારની કિસ્મત
Do Deewane Sahr Mein Teaser Out: ‘દો દીવાને સહર મેં’ નું ટીઝર રિલીઝ: સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુરની કેમેસ્ટ્રીએ જીત્યા દિલ; જાણો ક્યારે રિલીઝ થશે આ રોમેન્ટિક ડ્રામા
Ajay Devgn Bal Tanhaji Announcement: દેશની પ્રથમ AI નિર્મિત ફિલ્મ ‘બાલ તન્હાજી’ની જાહેરાત; અજય દેવગણે વીર મરાઠા યોદ્ધાની ગાથાને આપી નવી ઓળખ
Akshaye Khanna: શું અક્ષય ખન્ના ને નડ્યું સ્ટારડમ? ‘દ્રશ્યમ 3’ બાદ હવે આ મોટી ફ્રેન્ચાઈઝીમાંથી પણ અભિનેતા ની થઇ છુટ્ટી!
Exit mobile version