Site icon

Ghooskhor Pandat Controversy:કાયદાકીય મુસીબતમાં ‘ઘૂસખોર પંડિત’: સંતોના આકરા વલણ બાદ ફિલ્મ પર સંકટ, પીએમ મોદી સમક્ષ પ્રતિબંધની રજૂઆત

Ghooskhor Pandat Controversy: મનોજ બાજપેયીની ફિલ્મ સામે બ્રાહ્મણ સમાજનો આક્રોશ; ભોપાલમાં વિરોધ પ્રદર્શન અને મથુરામાં સંતોએ મેકર્સ સામે 'દેશદ્રોહ'ની કાર્યવાહી કરવા કરી માંગ

'Ghooskhor Pandat' Controversy: Braj Saints Write to PM Modi Demanding Ban; Makers Served with Legal Notice

'Ghooskhor Pandat' Controversy: Braj Saints Write to PM Modi Demanding Ban; Makers Served with Legal Notice

News Continuous Bureau | Mumbai

Ghooskhor Pandat  Controversy: અભિનેતા મનોજ બાજપેયીની આગામી ફિલ્મ ‘ઘૂસખોર પંડત’ ના ટાઈટલને લઈને વિવાદ વકર્યો છે. નેટફ્લિક્સ દ્વારા ટીઝર રિલીઝ કરવામાં આવ્યા બાદ બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે હવે મથુરાના સંતોએ સીધો હસ્તક્ષેપ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. શ્રીકૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસના અધ્યક્ષ એ  વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં આરોપ લગાવ્યો છે કે ‘અભિવ્યક્તિની આઝાદી’ ના નામે જાણીજોઈને બ્રાહ્મણ સમાજની છબી ખરડવામાં આવી રહી છે. તેમણે આ ફિલ્મને તાત્કાલિક પ્રતિબંધિત (Ban) કરવાની અને ફિલ્મના ડાયરેક્ટર-પ્રોડ્યુસર સામે દેશદ્રોહનો ગુનો નોંધવાની માંગ કરી છે. સંતોનું કહેવું છે કે પંડિત શબ્દની સાથે ‘ઘૂસખોર’ શબ્દ જોડવો એ સમગ્ર સમાજનું અપમાન છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Dhurandhar Controversy: ધુરંધર’ ના ક્રેડિટ સીન પર હોબાળો: રણવીર સિંહ માટે 3-3 વેનિટી વેન? નેટફ્લિક્સ પર ફિલ્મ આવતા જ ખર્ચ પર ઉઠ્યા સવાલો

ભોપાલમાં રસ્તા પર ઉતર્યો બ્રાહ્મણ સમાજ

આ વિવાદ માત્ર મથુરા પૂરતો મર્યાદિત નથી, ભોપાલમાં પણ બ્રાહ્મણ સમાજના લોકોએ રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. દેખાવકારોએ મેકર્સ વિરુદ્ધ નારેબાજી કરી અને એફઆઈઆર (FIR) નોંધવાની માંગ કરી હતી. તેમણે ચેતવણી આપી છે કે જો ફિલ્મનું ટાઈટલ બદલવામાં નહીં આવે તો દેશવ્યાપી આંદોલન કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર પણ ફિલ્મના બહિષ્કારની માંગ ઉઠી રહી છે.


વિવાદ હવે કાયદાકીય ગૂંચવણમાં પણ ફસાયો છે. મુંબઈના વકીલ  એ ફિલ્મના મેકર્સને કાનૂની નોટિસ મોકલી છે. નોટિસમાં માંગ કરવામાં આવી છે કે ફિલ્મનું ટાઈટલ તાત્કાલિક હટાવવામાં આવે અથવા બદલવામાં આવે. વકીલના મતે, પંડિત જેવા પવિત્ર શબ્દને ભ્રષ્ટાચાર સાથે જોડવો એ બિનજવાબદાર વર્તન છે અને તે સમાજમાં જાતિગત નફરત ફેલાવી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rhea Chakraborty: “7 વર્ષ વીતી ગયા…” સેટ પર પરત ફરીને રિયા ચક્રવર્તી થઈ ગઈ ભાવુક; સોશિયલ મીડિયા પર શેર કર્યો હૃદયસ્પર્શી વીડિયો
Dhurandhar 2 Teaser: રણવીર સિંહનો સ્વેગ અને ડોજા કેટનો અવાજ: ‘ધુરંધર 2’ ના ટીઝરના બેકગ્રાઉન્ડ મ્યુઝિકે મચાવ્યો ખળભળાટ; જાણો ‘AAAHH MEN’ ની ખાસ વાતો
Vadh 2 Review: ‘વધ’ કરતા પણ વધુ ખતરનાક નીકળી ‘વધ 2’, સંજય મિશ્રા અને નીના ગુપ્તાની એક્ટિંગ તમને ચોંકાવી દેશે
‘Dhurandhar 2: રણવીર સિંહનો પાવર! રિલીઝ પહેલા જ ‘ધુરંધર 2’ એ ‘ધુરંધર 1’ ને પછાડી, OTT રાઈટ્સના આંકડા જાણી આંખો ફાટી જશે
Exit mobile version