News Continuous Bureau | Mumbai
Ghooskhor Pandat’: મનોજ વાજપેયી અને નીરજ પાંડેની ફિલ્મ ‘ઘૂસખોર પંડિત’ અત્યારે ભારે મુશ્કેલીમાં મુકાઈ છે. ફિલ્મના ટાઈટલને લઈને સોશિયલ મીડિયા પર શરૂ થયેલો વિરોધ હવે કાયદાકીય અને રાજકીય લડાઈમાં ફેરવાઈ ગયો છે. કેન્દ્ર સરકારે આ મામલે કડક કાર્યવાહી કરતા નેટફ્લિક્સને આદેશ આપ્યો હતો કે ફિલ્મનું ટીઝર અને પ્રમોશનલ કન્ટેન્ટ તાત્કાલિક અસરથી સોશિયલ મીડિયા અને યુટ્યુબ પરથી હટાવી લેવામાં આવે.
આ સમાચાર પણ વાંચો : Ghooskhor Pandat Controversy:કાયદાકીય મુસીબતમાં ‘ઘૂસખોર પંડિત’: સંતોના આકરા વલણ બાદ ફિલ્મ પર સંકટ, પીએમ મોદી સમક્ષ પ્રતિબંધની રજૂઆત
ગૌરવ ભાટિયાએ આપી માહિતી
ભાજપના નેતા ગૌરવ ભાટિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે સનાતન ધર્મનું અપમાન કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. વ્યાવસાયિક લાભ માટે કોઈ જાતિ કે સમુદાયને નીચો દેખાડનારાઓ સામે સરકાર કડક પગલાં લેવા માટે કટિબદ્ધ છે.આ વિવાદે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ બાદ હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં ડાયરેક્ટર અને ટીમ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. બીજી તરફ, BSP પ્રમુખ માયાવતીએ પણ આ ટાઈટલને અપમાનજનક ગણાવીને કેન્દ્ર સરકાર પાસે તેના પર તાત્કાલિક પ્રતિબંધની માંગ કરી હતી.
केंद्र के त्वरित और प्रभावी निर्णय का हार्दिक अभिनंदन! ‘घूसखोर पंडित’ जैसे अपमानजनक कंटेंट को न केवल प्लेटफॉर्म से हटवाया गया है, बल्कि इस मामले में FIR भी दर्ज की गई है।
यह स्पष्ट संदेश है कि सनातन धर्म का अपमान अब कतई बर्दाश्त नहीं किया जाएगा। व्यावसायिक लाभ के लिए किसी भी… pic.twitter.com/8f9xAWjTPp
— Gaurav Bhatia गौरव भाटिया 🇮🇳 (@gauravbhatiabjp) February 6, 2026
વિવાદ વધતા ફિલ્મની ટીમના નીરજ પાંડે અને મનોજ વાજપેયીએ સ્પષ્ટતા કરી હતી કે આ ફિલ્મ કોઈ ચોક્કસ સમુદાય વિરુદ્ધ નથી અને લોકોને પહેલા ફિલ્મ જોવાની અપીલ કરી હતી. જોકે, તેમની દલીલો વિરોધને શાંત કરવામાં નિષ્ફળ રહી છે. હાલમાં નેટફ્લિક્સે સરકારના આદેશનું પાલન કરીને તમામ પ્રમોશનલ મટિરિયલ હટાવી લીધું છે, જેનાથી ફિલ્મની રિલીઝ પર હવે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થયા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
