Govinda fan girl: ફેન હોય તો આવી, ગોવિંદા ની એક ઝલક મેળવવા મંત્રી ની દીકરી એ અભિનેતા ના ઘરમાં કર્યું હતું આવું કામ, પત્ની સુનિતા એ કર્યો ખુલાસો

Govinda fan girl: ગોવિંદા એ 90 ના દાયકા નો સુપરસ્ટાર રહી ચુક્યો છે. તે સમયે ગોવિંદા ની ફેન ફોલોઈંગ એટલી બધી હતી કે લોકો તેની એક ઝલક મેળવવા માટે તેના ઘરની બહાર કે ફિલ્મના સેટ પર ઉભા રહેતા. ગોવિંદા ની પત્ની સુનિતા એ ગોવિંદા ની ફેન નો એક ચોંકાવનારો કિસ્સો જણાવ્યો છે.

by Zalak Parikh
govinda fan girl stayed his home as maid for 20 days

News Continuous Bureau | Mumbai 

Govinda fan girl: ગોવિંદા એ 90 ના દાયકા નો સુપરસ્ટાર રહી ચુક્યો છે. ગોવિંદા એ તેના અભિનય અને નૃત્ય થી લોકો ને આકર્ષિત કર્યા છે. ગોવિંદાએ ન માત્ર બધાને હસાવ્યા અને રડાવ્યા પણ દરેક વ્યક્તિને ડાન્સ કરવા મજબૂર કર્યા. ગોવિંદાના પણ લાખો ચાહકો છે જે તેને ખૂબ પ્રેમ કરે છે. તે સમયે ગોવિંદા ની ફેન ફોલોઈંગ એટલી બધી હતી કે લોકો તેની એક ઝલક મેળવવા માટે તેના ઘરની બહાર કે ફિલ્મના સેટ પર ઉભા રહેતા. ગોવિંદા ની પત્ની સુનિતા એ ગોવિંદા ની ફેન નો એક ચોંકાવનારો કિસ્સો જણાવ્યો છે.  

આ સમાચાર પણ વાંચો :   Live show debate : લાઈવ ટીવી ડિબેટ શોમાં મોટી બબાલ: પત્રકાર આશુતોષ અને આનંદ રંગનાથન વચ્ચે થઇ ઉગ્ર બોલાચાલી; જુઓ વિડિયો..

ગોવિંદા ની પત્ની એ જણાવ્યો કિસ્સો 

ગોવિંદા ની પત્ની સુનિતા આહુજા એ  ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને ગોવિંદા ના સ્ટારડમ નો કિસ્સો જણાવતા કહ્યું, ‘એક ફેન હતી જે અમારે ઘરે નોકરાણી બની ને આવી હતી તે અમારા ઘરે 20-22 દિવસ સુધી રહી. તે નોકરાણી હોવાનો ડોળ કરતી હતી. તેને જોઈને મને લાગ્યું કે તે સારા પરિવારમાંથી છે. મેં મારી સાસુને કહ્યું કે આ છોકરીને ન તો વાસણો ધોવા આવડે છે કે ન તો સાફસફાઈ આવડે છે મને થોડી શંકા હતી.તે મોડી રાત સુધી જાગતી અને ગોવિંદાની રાહ જોતી. આ જોઈને હું ચોંકી ગઈ. જ્યારે મેં તેનું બેકગ્રાઉન્ડ ચેક કર્યું ત્યારે મને ખબર પડી કે તે એક મોટા મંત્રીની પુત્રી છે જે ગોવિંદાના ફેન હતી.જ્યારે મેં તેને સત્ય પૂછ્યું તો તે રડવા લાગી અને તેણે કબૂલાત કરી કે તે ગોવિંદાના ઘરે નોકરાણી તરીકે રહેતી હતી. બાદમાં તેના પિતા ગાડીઓના કાફલા સાથે તેને લેવા આવ્યા હતા. મેં ગોવિંદા માટે આ પ્રકારનું ફેન ફોલોઈંગ જોયું છે.’


ગોવિંદા એ તેના ફિલ્મી કરિયર માં લગભગ 170 ફિલ્મોમાં કામ કર્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More