Govinda in Avatar 3: અવતાર 3’ માં ગોવિંદાનો કેમિયો? બ્લુ રંગમાં રંગાયેલા ‘ચીચી’ ના ફોટા જોઈ ફેન્સના રૂંવાડા ઉભા થઈ ગયા, જાણો શું છે વાયરલ વીડિયોનું સત્ય

Govinda in Avatar 3: ‘અવતાર: ફાયર એન્ડ એશ’ માં ગોવિંદાના કમબેકનો દાવો, એઆઈ (AI) દ્વારા બનાવાયેલી તસવીરોએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ.

by Zalak Parikh
Govinda in Avatar 3 AI-generated photos of 'Chi Chi' as Na'vi go viral; netizens react with hilarious memes.

News Continuous Bureau | Mumbai

Govinda in Avatar 3: જેમ્સ કેમેરોનની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘અવતાર: ફાયર એન્ડ એશ’ (અવતાર 3) ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ગોવિંદાના કેટલાક ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ગોવિંદાએ આ હોલીવુડ ફિલ્મમાં કેમિયો કર્યો છે. બ્લુ પેન્ટ અને નાવી (Na’vi) લુકમાં ગોવિંદાને જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે, પરંતુ આ વાયરલ તસવીરો પાછળનું સત્ય કંઈક અલગ જ છે.

આ સમાચાર પણ વાંચો : Dhurandhar Saumya Tandon: ‘ધુરંધર’ ની સફળતા વચ્ચે સૌમ્યા ટંડને શેર કર્યો કિસ્સો: સીન જીવંત બનાવવા અક્ષય ખન્નાને માર્યો હતો અસલી તમાચો

ગોવિંદા એ કર્યો કેમિયો?

હકીકતમાં, ગોવિંદાએ આ ફિલ્મમાં કોઈ કેમિયો કર્યો નથી. સોશિયલ મીડિયા પર જે ફોટા વાયરલ થઈ રહ્યા છે તે વાસ્તવમાં એઆઈ (Artificial Intelligence) દ્વારા બનાવવામાં આવ્યા છે. વર્ષો પહેલા ગોવિંદાએ એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે તેમને ‘અવતાર’ ફિલ્મ ઓફર થઈ હતી અને તેમણે જ જેમ્સ કેમેરોનને ફિલ્મનું નામ ‘અવતાર’ રાખવાનું સૂચન કર્યું હતું. આ જૂના નિવેદનને આધારે હવે લોકો એઆઈનો ઉપયોગ કરીને મજેદાર મીમ્સ બનાવી રહ્યા છે.


ગોવિંદાએ અગાઉ દાવો કર્યો હતો કે તેમણે ‘અવતાર’ માં કામ કરવાની ના પાડી હતી કારણ કે તેમણે આખા શરીર પર વાદળી રંગ લગાડવો મંજૂર નહોતો. તે સમયે સોશિયલ મીડિયા પર આ નિવેદનની ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી. હવે જ્યારે ખરેખર ‘અવતાર ૩’ રિલીઝ થઈ છે, ત્યારે ટેકનોલોજીની મદદથી ફેન્સે ગોવિંદાનું એ સપનું (અથવા દાવો) જાણે સાચું કરી બતાવ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More