News Continuous Bureau | Mumbai
Govinda ponzi scam: બોલિવૂડના ફેમસ એક્ટર ગોવિંદા હાલમાં વિવાદોમાં ઘેરાયેલા જોવા મળે છે. ઓડિશા ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ (EOW) એ જણાવ્યું હતું કે તેઓ રૂ. 1,000 કરોડના અખિલ ભારતીય ઓનલાઇન પોન્ઝી કૌભાંડની તપાસના સંબંધમાં ગોવિંદાની પૂછપરછ કરશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સોલર ટેકનો એલાયન્સ (STA-Token), જે ઘણા દેશોમાં ઓનલાઈન હાજરી ધરાવે છે, તે ક્રિપ્ટો રોકાણોની આડમાં કૌભાંડ હેઠળ ગેરકાયદેસર રીતે પિરામિડ-સ્ટ્રક્ચર્ડ ઓપરેશન ચલાવી રહ્યું હતું. ઓનલાઈન પોન્ઝી કૌભાંડમાં EOW દ્વારા પૂછપરછ માટે બોલિવૂડ એક્ટર ગોવિંદા નું નામ સામે આવ્યું છે. અભિનેતાએ કથિત રીતે કેટલાક પ્રમોશનલ વીડિયોમાં કંપનીની કામગીરીને સમર્થન આપ્યું હતું.
ગોવિંદા ની થશે પુછપરછ
EOW ના ઈન્સ્પેક્ટર જનરલ એ જણાવ્યું હતું કે, “અમે ટૂંક સમયમાં ફિલ્મસ્ટાર ગોવિંદાની પૂછપરછ કરવા માટે એક ટીમ મુંબઈ મોકલીશું, જેમણે જુલાઈમાં ગોવામાં STAના ભવ્ય સમારંભમાં હાજરી આપી હતી અને કેટલાક વીડિયોમાં કંપનીનો પ્રચાર કર્યો હતો.” અભિનેતા ન તો શંકાસ્પદ છે કે ન તો આરોપી. તેની સાચી ભૂમિકા તપાસ બાદ જ જાણી શકાશે.ઈન્સ્પેક્ટરે વધુ માં કહ્યું, “જો અમને લાગે કે તેમની ભૂમિકા માત્ર તેમના વ્યવસાયિક કરાર મુજબ ઉત્પાદન (STAToken બ્રાન્ડ)ને સમર્થન આપવા સુધી મર્યાદિત હતી, તો અમે તેને અમારા કેસમાં સાક્ષી બનાવીશું.” કંપનીએ ભદ્રક, કેઓંઝર, બાલાસોર, મયુરભંજ અને ભુવનેશ્વરમાં 10,000 લોકો પાસેથી 30 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Kangana ranaut: PM મોદીના સમર્થનમાં ઉતરી કંગના રનૌત, વડાપ્રધાન પર નિશાન સાધનારાઓને અભિનેત્રી એ આપ્યો જડબાતોડ જવાબ, જાણો સમગ્ર મામલો
આ લોકો ની થઇ ધરપકડડ
મીડિયા રિપોર્ટ મુજબ, લગભગ રૂ. 1,000 કરોડ અને 2 લાખ રોકાણકારો ભારતની સૌથી મોટી ક્રિપ્ટો આધારિત પોન્ઝી યોજનાઓમાં સામેલ છે. ગયા મહિને EOW એ STA કંપનીના ઈન્ડિયા હેડ ગુરતેજ સિંહ સિદ્ધુ અને ઓડિશાના વડા નિરોદ દાસની 7 ઓગસ્ટે ધરપકડ કરી હતી. ભુવનેશ્વરના રોકાણ સલાહકાર રત્નાકર પલાઈની ગુરતેજ સિંહ સિદ્ધુ સાથેના સંબંધોને લઈને 16 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. આ કંપનીના વડા ડેવિડ ગેજ કે જે હંગેરીના નાગરિક છે તેની સામે લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે.
