News Continuous Bureau | Mumbai
Govinda health update: ગોવિંદા ને ગઈકાલે વહેલી સવારે પગમાં ગોળી વાગી હતી. ગોવિંદાએ પાછળથી એક નિવેદન જારી કરીને તેના ચાહકો અને ડોક્ટરો નો આભાર માન્યો હતો. હવે ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ ખુલાસો કર્યો છે કે અભિનેતાની હાલતમાં સુધારો થઈ રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Bigg boss 18: પતિ થી અલગ થઇ રહેલી બોલિવૂડ ની આ અભિનેત્રી કરી રહી છે બિગ બોસ 18 માં એન્ટ્રી? સલમાન ખાન સાથે કરી ચુકી છે કામ
ગોવિંદા ની પત્ની એ આપ્યું હેલ્થ અપડેટ
ગોવિંદા ની પત્ની સુનિતા એ તાજેતર માં એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત માં જણાવ્યું કે, ‘સર ની તબિયત હવે ઠીક છે. હવે તેને ICUમાંથી સામાન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવશે. તેમની તબિયત ગઈકાલ કરતા ઘણી સારી છે. મને લાગે છે કે તેને કાલે અથવા પરમ દિવસે ડિસ્ચાર્જ પણ મળશે. બધાના આશીર્વાદથી સર સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. સર માટે દરેક જગ્યાએ પૂજા અને પ્રાર્થનાઓ ચાલી રહી છે, દરેક જગ્યાએ તેમની ફેન ફોલોઈંગ છે. મંદિરો અને દરગાહમાં દરેક જગ્યાએ પૂજા-અર્ચના ચાલી રહી છે. સર બધાના આશીર્વાદથી ઠીક છે. હું તેના ચાહકોને કહેવા માંગુ છું કે ગભરાશો નહીં. સર એકદમ ઠીક છે. થોડા મહિના પછી સર ફરી ડાન્સ કરવા લાગશે.’
#WATCH | Actor and Shiv Sena leader Govinda’s wife Sunita Ahuja arrives at CritiCare Asia where he is admitted.
She says, “He is better. We will admit him to the normal ward today. He is much better than yesterday. He will be discharged the day after tomorrow. With everyone’s… pic.twitter.com/WZYfjJH2GS
— ANI (@ANI) October 2, 2024
ગોવિંદા ને ગોળી વાગતા શત્રુઘ્ન સિન્હા, ડેવિડ ધવન, કાશ્મીરા શાહ, કૃષ્ણા અભિષેક જેવા સેલેબ્સ અભિનેતા ની ખબર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)