Asha Bhosle Govinda Viral Video: ગોવિંદાના ડાન્સ સ્ટેપ્સ અને આશા તાઈનો અવાજ: એક જ મંચ પર બે દિગ્ગજોએ મચાવી ધૂમ, વીડિયો થયો વાયરલ

Asha Bhosle Govinda Viral Video: આશા ભોંસલેના નિધન બાદ ગોવિંદા સાથેનો જૂનો વીડિયો થયો વાયરલ; 'પિયા તુ અબ તો આજા' ગીત પર જોવા મળી બંનેની મસ્તીભરી કેમિસ્ટ્રી.

by Zalak Parikh
Viral Video: Govinda’s energetic dance on Asha Bhosle’s 'Piya Tu Ab To Aaja' wins hearts on social media.

News Continuous Bureau | Mumbai

Asha Bhosle Govinda Viral Video: બોલિવૂડના દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેના નિધન બાદ આખું બોલિવૂડ અને તેમના ચાહકો શોકમાં ડૂબેલા છે. 12 એપ્રિલ 2026ના રોજ મુંબઈમાં તેમના અંતિમ શ્વાસ લીધા બાદ સોશિયલ મીડિયા પર તેમની યાદો તાજી થઈ રહી છે. આ દરમિયાન 90ના દાયકાના સુપરસ્ટાર ગોવિંદા અને આશાજીનો એક જૂનોવીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં બંનેની શાનદાર જુગલબંધી જોવા મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Hai Jawani Toh Ishq Hona Hai Teaser:’હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’માં વરુણ ધવનનો રોમેન્ટિક અંદાજ, મૃણાલ-પૂજા સાથેની કેમિસ્ટ્રીએ મચાવી ધૂમ

સ્ટેજ પર આશાજીએ ગાયું ગીત અને ગોવિંદાએ લગાવ્યા ઠુમકા

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે આશા ભોંસલે કોઈ ઈવેન્ટ દરમિયાન સ્ટેજ પર તેમનું લોકપ્રિય ગીત ‘પિયા તુ અબ તો આજા’ લાઈવ ગાઈ રહ્યા છે. આશાજીના સુરો સાંભળીને ગોવિંદા પોતાની જાતને રોકી શક્યા નહીં અને સ્ટેજ પર જ મનમૂકીને નાચવા લાગ્યા હતા. ગોવિંદાની આ એનર્જી અને આશાજીના સુરીલા અવાજની જોડીને સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by BombayBasanti (@bombaybasanti)


વીડિયોમાં આગળ જોવા મળે છે કે આશા ભોંસલે પોતે ગોવિંદાને આ ગીતનો એક ભાગ ગાવા માટે કહે છે. ત્યારબાદ બંને વચ્ચે એક મસ્તીભરી વાતચીત અને જુગલબંધી જોવા મળે છે. ફેન્સ આ વીડિયો જોઈને ભાવુક થઈ રહ્યા છે અને કમેન્ટ બોક્સમાં આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અનેક લોકો ગોવિંદાની પ્રશંસા કરતા કહી રહ્યા છે કે “તેઓ એમ જ ‘હીરો નંબર વન’ નથી કહેવાતા.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Join Our WhatsApp Channel

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More