Govt Blocks OTT Platforms: અશ્લીલ કન્ટેન્ટ પીરસતા ૫ OTT પ્લેટફોર્મ્સ પર સરકારની મોટી સર્જિકલ સ્ટ્રાઈક: તાત્કાલિક અસરથી કર્યા બ્લોક; જાણો કયા પ્લેટફોર્મ પર લાગ્યો પ્રતિબંધ?

Govt Blocks OTT Platforms: આઈટી એક્ટ ૨૦૦૦ની કલમ ૬૯એ હેઠળ કેન્દ્ર સરકારની કડક કાર્યવાહી; વાંધાજનક સામગ્રી સ્ટ્રીમ કરવા બદલ મોડએક્સ વીઆઈપી અને કોયલ પ્લેપ્રો સહિતના પ્લેટફોર્મ્સ પર તાળું.

by Zalak Parikh
Govt Crackdown on Obscene Content: 5 OTT Platforms Blocked for Violating IT Rules; Major Action by I&B Ministry

News Continuous Bureau | Mumbai

Govt Blocks  OTT Platforms: ડિજિટલ પ્લેટફોર્મ્સ પર વધી રહેલી અશ્લીલતા અને વાંધાજનક કન્ટેન્ટ સામે કેન્દ્ર સરકારે લાલ આંખ કરી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે કડક વલણ અપનાવતા પાંચ OTT પ્લેટફોર્મ્સને બ્લોક કરી દીધા છે. સરકારનું કહેવું છે કે આ પ્લેટફોર્મ્સ કાયદા અને આઈટી નિયમોનું ઉલ્લંઘન કરીને અશ્લીલ સામગ્રી પીરસી રહ્યા હતા, જે સમાજ અને નૈતિક મૂલ્યો માટે જોખમી છે.આ મોટા નિર્ણયમાં સરકારે ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ (ISP) ને સૂચના આપી છે કે તેઓ આ પ્લેટફોર્મ્સની એક્સેસ તાત્કાલિક બંધ કરે. આ કાર્યવાહી ઇન્ફોર્મેશન ટેકનોલોજી નિયમો ૨૦૨૧ (IT Rules 2021) અને આઈટી એક્ટ ૨૦૦૦ની કલમ ૬૯એ હેઠળ કરવામાં આવી છે. આ કાયદો સરકારને રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર વ્યવસ્થા જાળવવા માટે વેબસાઇટ્સ બ્લોક કરવાની સત્તા આપે છે.

આ સમાચાર પણ વાંચો : Ranveer Singh: કોર્ટના શરણે રણવીર સિંહ! ‘કાંતારા’ વિવાદમાં થયેલા કેસથી છુટકારો મેળવવા કરી કાનૂની લડાઈ શરૂ

આ ૫ OTT પ્લેટફોર્મ્સ પર લાગ્યો પ્રતિબંધ

સરકાર દ્વારા જે પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં MoodXVIP, Koyal Playpro, Digi Movieplex, Feel અને Jugnu નો સમાવેશ થાય છે. આ પ્લેટફોર્મ્સ પર લાંબા સમયથી અશ્લીલ કન્ટેન્ટ સ્ટ્રીમ થતું હોવાની ફરિયાદો મળી રહી હતી. મંત્રાલયે આ પ્લેટફોર્મ્સની સામગ્રીની સમીક્ષા કર્યા બાદ તેને જાહેર શાલીનતા અને નૈતિક માપદંડોની વિરુદ્ધ ગણાવીને આકરો નિર્ણય લીધો છે.

 

View this post on Instagram

 

A post shared by ET NOW (@etnow)


સરકારનું કહેવું છે કે ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર પણ એ જ જવાબદારીઓ લાગુ પડે છે જે અન્ય મીડિયા માધ્યમો પર હોય છે. જો કોઈ પ્લેટફોર્મ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે. આ પગલા દ્વારા ડિજિટલ સ્પેસમાં કાર્યરત તમામ પ્લેટફોર્મ્સને એક કડક સંદેશ આપવામાં આવ્યો છે કે મનોરંજનના નામે અશ્લીલતા ચલાવી લેવામાં આવશે નહીં.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More