Site icon

ગુજરાતમાં સિનેમેટિક ટુરિઝમ પોલિસી શરૂ-ફિલ્મ પ્રોડક્શન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે બોલિવૂડ નો આ અભિનેતા કરશે રોકાણ 

News Continuous Bureau | Mumbai

હવે મહારાષ્ટ્રને (maharashtra)અડીને આવેલા ગુજરાતમાં(Gujarat) પણ ફિલ્મો બનશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel)શનિવારે ફિલ્મ ઉદ્યોગ માટે ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા અને વિકસાવવા અને રાજ્યમાં પ્રવાસન અર્થતંત્રને વેગ આપવા રાજ્યની પ્રથમ 'સિનેમેટિક ટુરિઝમ પોલિસી-2022' લોન્ચ કરી હતી. આ દરમિયાન, ફિલ્મ અભિનેતા અજય દેવગન(Ajay Devgan) સહિતના કેટલાક રોકાણકારોએ ગુજરાતમાં ફિલ્મ નિર્માણ, સ્ટુડિયો ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એક્ટિંગ સ્કૂલ સહિતના વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરવા માટે ગુજરાતના પ્રવાસન વિભાગ સાથે કુલ રૂ. 1022 કરોડના ચાર એમઓયુ(MOU) સાઈન કર્યા હતા.

Join Our WhatsApp Community

મુખ્યમંત્રી(CM) દ્વારા બહાર પાડવામાં આવેલા દસ્તાવેજમાં જણાવાયું છે કે સિનેમેટિક ટુરિઝમ પોલિસીનો હેતુ મૂડીરોકાણકારો ને  આકર્ષવાનો, ફિલ્મ નિર્માણ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા અને ફિલ્મ નિર્માણમાં યુવાનો માટે રોજગારીની તકો અને રોજગાર ક્ષમતાને વેગ આપવાનો છે. તે જણાવે છે કે તેમાં વહીવટી પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવાની અને જાહેર-ખાનગી ભાગીદારી દ્વારા ફિલ્મ નિર્માણ સંબંધિત માળખાકીય સુવિધાઓના વિકાસ માટે ઇકોસિસ્ટમ વિકસાવવાની જોગવાઈ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : આ વખતે તેના વિચિત્ર કપડાં ને કારણે નહીં પરંતુ તેના અંગત જીવન ને લઈને ચર્ચામાં ઉર્ફી જાવેદ- સંભળાવી પોતાની આપવીતી

પોલિસી દસ્તાવેજ મુજબ, રાજ્ય સરકાર(state government) નિર્ધારિત માપદંડોને પૂર્ણ કર્યા પછી ઉત્પાદન ખર્ચના 25 ટકા અથવા ખર્ચની ટોચમર્યાદા પર તમામ ભાષાઓમાં ફીચર ફિલ્મો, ડોક્યુમેન્ટ્રી, વેબ સિરીઝ માટે નાણાકીય પ્રોત્સાહન આપશે. આ સાથે, રાજ્ય સરકાર રૂ. 500 કરોડ સુધીના રોકાણ(invest) માટે પાત્ર રોકાણના 15 ટકા અને ફિલ્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે રૂ. 500 કરોડથી વધુના રોકાણ માટે 20 ટકા નાણાકીય પ્રોત્સાહન પણ આપશે.

તે જ સમયે, રોકાણને વધુ વેગ આપવા માટે, સરકાર અધિકારીઓને ચૂકવવામાં આવતી નોંધણી ફી(registration fee) અને સ્ટેમ્પ ડ્યુટીની 100% ભરપાઈ કરશે અને જો જરૂર પડશે તો લીઝ(lease) પરની જમીન પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્ય સ્તરીય એમ્પાવર્ડ કમિટી (SLEC) રૂ. 500 કરોડથી વધુના મૂડીરોકાણ મૂલ્ય અને મેગા ઇવેન્ટ્સને મંજૂરી આપશે અને નીતિની સમીક્ષા કરશે અને વધુ સારા અને કાર્યક્ષમ અમલીકરણ માટે વિવિધ વિભાગો સાથે સંકલન કરશે.રૂ. 100 થી 500 કરોડના રોકાણ સાથેના પ્રોજેક્ટને મંજૂરી આપવા માટે રાજ્યના પ્રવાસન વિભાગના અધિક મુખ્ય સચિવ હેઠળ સામગ્રી અને ગુણવત્તા પર એક સમિતિ અને રાજ્ય સ્તરીય અમલીકરણ સમિતિ પણ હશે.

બુકિંગ, પરવાનગી અને મંજૂરીની પ્રક્રિયા ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ (TCGL) ના ફિલ્મ ફેસિલિટેશન સેલ દ્વારા સંકલન કરવામાં આવશે. આ સેલ પોલિસી દસ્તાવેજ મુજબ ચિત્રો, વીડિયો, શ્રમ દળ અને કલાકારોની ઉપલબ્ધતા સંબંધિત ડેટાબેઝને (detabase)પણ અપડેટ કરશે. એક અધિકારીએ જણાવ્યું કે પ્રવાસન કમિશનરેટ નીતિના અમલીકરણ માટે નોડલ એજન્સી તરીકે કામ કરશે, જે ફીચર ફિલ્મો, ડોક્યુમેન્ટરી ફિલ્મો, વેબ સિરીઝ, ટીવી સિરિયલો, મેગા ફિલ્મ પ્રોગ્રામ્સ અને અંતિમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે લાગુ થશે.

આ સમાચાર પણ વાંચો : પહેચાન કૌન- તસવીરમાં દેખાતી આ ક્યૂટ છોકરી છે સાઉથથી લઈને બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માં લોકપ્રિય -જાણો તે અભિનેત્રી વિશે   

પોલીસી લોન્ચ કર્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે(Bhupendra Patel) વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તે ગુજરાતમાં ફિલ્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. મુખ્યમંત્રી એ  જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના(PM Narendra Modi) નેતૃત્વમાં શરૂ થયેલા વિકાસના રાજકારણના નવા યુગે ગુજરાતને 'દેશના વિકાસ મોડેલ'માં ફેરવી દીધું છે.મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાત(Gujarat) એક નીતિ આધારિત રાજ્ય છે અને વિશ્વના રોકાણકારો, ઉદ્યોગપતિઓ માટે પસંદગીનું પ્રથમ સ્થાન બન્યું છે. આ નીતિ ફિલ્મ નિર્માણ ક્ષેત્રના સેવા પ્રદાતાઓને એક પ્લેટફોર્મ પર લાવીને પ્રવાસન વિકાસને પણ અનોખું પ્રોત્સાહન આપશે.

Hrithik Roshan birthday special: પહેલી કમાણી માત્ર 100, આજે વર્ષે કમાય છે કરોડો! જાણો કેવી રીતે ઋતિક રોશને ઉભું કર્યું 3100 કરોડનું સામ્રાજ્ય
The Raja Saab: ‘ધ રાજા સાબ’ ના રિલીઝ દિવસે થિયેટરમાં જોવા મળ્યો અજીબ નજારો, પ્રભાસના ફેન્સ મગર લઈને પહોંચ્યા!જાણો વાયરલ વિડીયો ની હકીકત
The Raja Saab Movie Review: પ્રભાસનો સ્ટાઈલિશ લુક પણ નબળી વાર્તાને બચાવી શક્યો નહીં, દર્શકોની ધીરજની આકરી કસોટી કરતી ફિલ્મ
The Raja Saab Cast Fees: પ્રભાસનો મોટો ધડાકો! ‘રાજા સાબ’ માટે વસૂલી એટલી ફી કે બોલિવૂડના ખાન પણ રહી ગયા પાછળ, આંકડો જાણીને ચોંકી જશો
Exit mobile version