Site icon

ફિલ્મ જગત માંથી આવ્યા ખરાબ સમાચાર-આ જાણીતા ગુજરાતી અભિનેતા નું 65 વર્ષ ની ઉંમરે થયું નિધન-ઇન્ડસ્ટ્રી માં શોક ની લહેર

News Continuous Bureau | Mumbai

જાણીતા ગુજરાતી અભિનેતા રસિક દવે નું નિધન(Rasik Dave death) થયું છે. તેમને ગઈકાલે રાત્રે 8:00 વાગે મુંબઈમાં (Mumbai)અંતિમ શ્વાસ લીધા હતા. તેમની ઉંમર 65 વર્ષ ની હતી. ઇન્ડસ્ટ્રીમાં લોકો તેમને પ્રેમથી રસિકભાઇ કહીને બોલાવતા હતા. મળતી માહિતી મુજબ તેઓ મુંબઈની એક હોસ્પિટલમાં(Mumbai Hospital) બે વર્ષથી વધુ સમયથી ડાયાલિસિસ(dialysis) પર હતા. તેમની બંને કિડની ફેલ (kidney fail)થઈ ગઈ હતી. તમને દર અઠવાડિયે ત્રણ વખત હોસ્પિટલમાં ડાયાલિસિસ માટે જવું પડતું હતું, પરંતુ છેલ્લાં કેટલાક સમયથી તેમની તબિયત વધુ બગડી હતી અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. 

Join Our WhatsApp Community

રસિકદવે એ તેમના અભિનય ની કારકિર્દી ની શરૂઆત ગુજરાતી ફિલ્મ(Gujarati film) ‘પુત્રવધુ’થી કરી હતી. તેમણે ગુજરાતી અને હિન્દી એવી બે અલગ અલગ ભાષાઓમાં કામ કર્યું હતું. તેઓ ફેમસ સિરિયલ મહાભારત(Mahabhart Nand) માં તેમના નંદના પાત્ર માટે જાણીતા છે. તેમણે ઘણી ગુજરાતી તેમજ હિન્દી ફિલ્મો,નાટકો,અને  સિરિયલ માં કામ કર્યું છે. તેમણે અનેક ગુજરાતી નાટકો પણ બનાવ્યા છે. તેઓ સોની ટીવીના સૌથી લાંબા ચાલેલા શો ‘એક મહેલ હો સપનો કા” (Ek mahal ho sapno ka)માં જોવા મળ્યા હતા. આ શો સો એપિસોડ પૂરા કરનાર પ્રથમ હિન્દી શો હતો.

આ સમાચાર પણ વાંચો: ક્યાં છે સીઆઈડીના સિનિયર ઈન્સ્પેક્ટર અભિજીત-ચાહકોએ તેના કમબેક પર આપી આવી પ્રતિક્રિયા

તેમના પત્ની કેતકી દવે (Ketki Dave)પણ જાણીતી અભિનેત્રી છે, જેઓ ‘ક્યોં કી  સાસ ભી કભી બહુ થી’ સીરીયલ માં તેમના દક્ષા વિરાણી ના પાત્ર માટે જાણીતા છે.રસિક દવે એ તેમના પત્ની કેતકી દવે સાથે ડાન્સ રિયાલિટી શો નચ બલિયે(Nach baliye) માં પણ ભાગ લીધો હતો. કેતકીના માતા સરિતા જોષી(Sarita Joshi) પણ પીઢ અભિનેત્રી છે. તેમના પિતા સ્વ. પ્રવીણ જોષી થિયેટર ડિરેક્ટર હતા.આ દંપતી ને એક પુત્રી છે રિદ્ધિ દવે (Riddhi Dave)જે એક જાણીતી અભિનેત્રી છે. 

Nadeem Khan Arrested: ધુરંધર અભિનેતા નદીમ ખાનની ધરપકડ, મહિલા સાથે લગ્નના બહાને ૧૦ વર્ષ સુધી દુષ્કર્મ ગુજારવાનો આરોપ; પોલીસે હાથ ધરી તપાસ
Satish Shah Padma Shri: દિવંગત અભિનેતા સતીશ શાહને મરણોત્તર ‘પદ્મશ્રી’! ‘ઇન્દ્રવદન સારાભાઈ’ ના સન્માનથી રત્ના પાઠક અને રૂપાલી ગાંગુલી થયા ભાવુક
Esha Deol Border 2 Screening: બોર્ડર 2’ ની સ્ક્રીનિંગમાં જોવા મળ્યો દેઓલ પરિવારનો અતૂટ પ્રેમ, સની-બોબી અને ઈશા-અહાનાએ સાથે પોઝ આપી અફવાઓ ફગાવી
Anu Malik Music Copy Controversy: અનુ મલિકનું આ હિટ ગીત હોલીવુડની બેઠી કોપી હોવાનો દાવો, ૩૩ વર્ષ બાદ સોશિયલ મીડિયા પર નેટીઝન્સે લીધી ફિરકી; જાણો શું છે સત્ય
Exit mobile version