Laalo-Krishna Sada Sahaayate: બમ્પર કમાણી: ‘લાલો-કૃષ્ણા સદા સહાયતે’એ ૫૦ લાખના બજેટ સામે અધધ આટલા ટકા નો નફો કરીને બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ્યો.

Laalo-Krishna Sada Sahaayate: 48મા દિવસે પણ કમાણીનો ધમાકો – કુલ કલેક્શન 77.5 કરોડ, અજય દેવગનની ફિલ્મને પણ પાછળ રાખી

by Zalak Parikh
Gujarati Film Laalo-Krishna Sada Sahaayate Creates History

News Continuous Bureau | Mumbai

Laalo-Krishna Sada Sahaayate: ગુજરાતી સિનેમાની ફિલ્મ ‘લાલો-કૃષ્ણા સદા સહાયતે’ એ બોક્સ ઓફિસ પર અવિશ્વસનીય સફળતા મેળવી છે. અંકિત સખિયા ના દિગ્દર્શન હેઠળ બનેલી આ ફિલ્મે માત્ર 50 લાખના બજેટ પર અત્યાર સુધી 77.5 કરોડ કમાયા છે. એટલે કે 15,000%થી વધુ નફો, જે ભારતીય સિનેમાના ઈતિહાસમાં દુર્લભ છે.

આ સમાચાર પણ વાંચો : Shilpa Shetty: શિલ્પા શેટ્ટીએ તેની તસવીરોના દુરુપયોગ બદલ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી, કોણે વાપરી ખોટી તસવીરો?

48મા દિવસે પણ કમાણી ચાલુ

ફિલ્મે 48મા દિવસે 1.36 કરોડ કમાયા અને કુલ કલેક્શન  77.5 કરોડ સુધી પહોંચી ગયું છે. ટ્રેડ એનાલિસ્ટ મુજબ, 8મા વીકએન્ડ સુધી આ ફિલ્મ સરળતાથી 80 કરોડ પાર કરશે અને  85 કરોડ તરફ આગળ વધશે.ફિલ્મે પ્રથમ અઠવાડિયે  ૩૩ લાખની, બીજા અઠવાડિયે  ૨૭ લાખની અને ત્રીજા અઠવાડિયે  ૬૨ લાખની કમાણી કરી હતી. ત્યારબાદ, ચોથા અઠવાડિયે  ૧૨.૦૮ કરોડ અને પાંચમા અઠવાડિયે ૨૫.૭૦ કરોડની કમાણી સાથે ગ્રોથ જોવા મળ્યો. છઠ્ઠા અઠવાડિયે કમાણી ૨૪.૪૦ કરોડ રહી હતી, જ્યારે સાતમા વીકએન્ડમાં ૯.૯૫ કરોડ અને સાતમા વીકના બાકીના ૬ દિવસમાં  ૧૪.૫૫ કરોડની આવક નોંધાઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Manasi Parekh (@manasi_parekh)


ફિલ્મમાં કરણ જોશી, રીવા રાછ, શ્રુહાદ ગોસ્વામી, અંશુ જોશી અને કિન્નલ નાયક મુખ્ય ભૂમિકામાં છે. શરૂઆતમાં રીજનલ રિલીઝ તરીકે આવેલી આ ફિલ્મ હવે નેશનલ લેવલ પર ચર્ચામાં છે અને અજય દેવગનની ફિલ્મોને પણ પાછળ રાખી ચૂકી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More