Site icon News Continuous Bureau | Mumbai

Hamare barah controversy: અન્નુ કપૂર ની ફિલ્મ હમારે બારહ ને મળ્યો એકનાથ શિંદે નો સાથ, અભિનેતા એ મહારાષ્ટ્ર ના સીએમ વિશે કહી આવી વાત

Hamare barah controversy: અન્નુ કપૂર ની ફિલ્મ 'હમારે બારહ' એ તાજેતરના સમયમાં તેની સ્ટોરી લાઈન ને કારણે ઘણી હલચલ મચાવી છે.હવે અન્નુ કપૂરે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી.

hamare baarah controversy annu kapoor visits maharashtra cm eknath shinde

hamare baarah controversy annu kapoor visits maharashtra cm eknath shinde

News Continuous Bureau | Mumbai 

Hamare barah controversy: અન્નુ કપૂર ની ફિલ્મ  ‘હમારે બારહ’ એ તાજેતરના સમયમાં તેની સ્ટોરી લાઈન ને કારણે ઘણી હલચલ મચાવી છે.આ ફિલ્મ 7 જૂને રિલીઝ થવાની છે. મુસ્લિમ પરિવારો માં કુટુંબ નિયોજનની હિમાયત કરતી નવી પેઢીની વાર્તા પર આધારિત આ ફિલ્મના કલાકારો અને નિર્માતાઓને સતત ધમકીઓ મળી રહી છે. મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ફિલ્મ ને ટિમ ને સુરક્ષા પુરી પાડવા બદલ સીએમ નો આભાર માનવા માટે અન્નુ ફપૂરે ફિલ્મ ની ટિમ સાથે એકનાથ શિંદે ની મુલાકાત લીધી હતી 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: YRKKH Shehzada dhami: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માંથી બહાર આવ્યા બાદ શહેજાદા ધામી નું છલકાયું દર્દ,રાજન શાહી ની પોલ ખોલતા કહી આવી વાત

હમારે બારહ ને મળ્યો સીએમ એકનાથ શિંદે નો સાથ 

સીએમ એકનાથ શિંદે સાથેની તેમની મુલાકાત વિશે વાત કરતા અન્નુ કપૂરે કહ્યું, “અમારી ફિલ્મ ‘હમારે બારહ’ 7 જૂને રિલીઝ થઈ રહી છે અને મુખ્યમંત્રીએ અમને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી છે. તેણે કહ્યું છે કે આ ફિલ્મ કોઈપણ ડર વગર રિલીઝ થવી જોઈએ. ફિલ્મનું પોસ્ટર વાર્તાની માત્ર એક ઝલક છે, જેનો ઉપયોગ માત્ર પ્રમોશન માટે કરવામાં આવ્યો છે. પરંતુ ફિલ્મ જોયા વગર જ ફિલ્મની ટીમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. એટલા માટે અમે મુખ્યમંત્રીને સુરક્ષા માટે વિનંતી કરી હતી. અમારી ફિલ્મને સેન્સર બોર્ડે પહેલાથી જ મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રીએ એવી પણ ખાતરી આપી છે કે ધમકીના મામલામાં તપાસ કરવામાં આવશે અને આરોપીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.”


તમને જણાવી દઈએ કે જ્યારથી ‘હમારે બારહ’ ની જાહેરાત થઇ ત્યારથી અન્નુ કપૂર, રાહુલ બગ્ગા, પરિતોષ ત્રિપાઠી, મનોજ જોશી વગેરે કટ્ટરવાદીઓના નિશાના પર છે. ‘હમારે બારહ નું ટીઝર રિલીઝ થયા બાદ સ્ટાર કાસ્ટને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Anshula Kapoor Rohan Thakkar Wedding કપૂર ખાનદાનમાં શરણાઈઓ ગુંજી, બોની કપૂરની દીકરી અંશુલા કપૂર અને રોહન ઠક્કર મુંબઈમાં લગ્નગ્રંથિથી જોડાયા, સામે આવી પહેલી તસવીરો
Gauri Spratt Bridal Look Details આમિર ખાનની દુલ્હન ગૌરી સ્પ્રેટેનો આલીશાન બ્રાઇડલ લુક આવ્યો સામે, બેજ લહેંગા અને ફૂલોવાળી ચોટલીએ ખેંચ્યું સૌનું ધ્યાન
Ramayana Indian Distribution Rights Deal રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ સાથે જોડાયું કરણ જોહરનું નામ, કરોડો રૂપિયામાં ખરીદ્યા ભારતીય ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ
Satluj Film Controversy ‘સતલજ’ ફિલ્મ વિવાદમાં નવો ટ્વિસ્ટ હાઈલેવલ કમિટીની રચના, સેન્સર બોર્ડની મંજૂરી વગર રિલીઝનો દાવો…
Exit mobile version