Hamare baarah: કાનૂની મુશ્કેલીમાં મુકાઈ અન્નુ કપૂર ની ફિલ્મ હમારે બારહ, ફિલ્મ ની રિલીઝ અંગે બોમ્બે હાઇકોર્ટે લીધો આ નિર્ણય

Hamare baarah: 'હમારે બારહ' કાનૂની મુશ્કેલીમાં મુકાઈ છે. એક અરજદારે ફિલ્મના ટ્રેલરમાં દર્શાવવામાં આવેલા કેટલાક સંવાદો સામે વાંધો ઉઠાવ્યા બાદ કોર્ટે ફિલ્મ ની રિલીઝ અંગે આ નિર્ણય લીધો છે.

by Zalak Parikh
hamare baarah release date has been postponed by bombay high court

News Continuous Bureau | Mumbai 

 Hamare baarah: ‘હમારે બારહ’ કાનૂની મુશ્કેલીમાં મુકાઈ છે. આ ફિલ્મ 7 જૂને રિલીઝ થવાની હતી. પરંતુ બોમ્બે હાઈકોર્ટે તેની રિલીઝ પર એક સપ્તાહ માટે સ્ટે લગાવ્યો છે એટલે કે ફિલ્મ ની રિલીઝ પર 14 જૂન સુધી રોક લગાવી દીધી છે. વાસ્તવમાં, બોમ્બે હાઇકોર્ટ ના ન્યાયાધીશ એ એક અરજદાર ની અરજી પર સુનાવણી કરી, જેમાં સોશિયલ મીડિયા પર ફિલ્મના ટ્રેલરમાં દર્શાવવામાં આવેલા કેટલાક સંવાદો પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.

આ સમાચાર  પણ વાંચો: Maidaan OTT release: થિયેટર બાદ ઓટીટી પર ધૂમ મચાવવા તૈયાર મેદાન, જાણો ક્યારે ફ્રી માં જોઈ શકશો અજય દેવગણ ની ફિલ્મ

હમારે બારહ ની રિલીઝ પર સાત દિવસ નો સ્ટે 

અરજદાર ની અરજીની સુનાવણી કર્યા પછી, કોર્ટે ફિલ્મની રિલીઝને એક અઠવાડિયા માટે મુલતવી રાખી હતી અને CBFCને તેનો જવાબ દાખલ કરવા કહ્યું હતું. હાઈકોર્ટે અરજી પર સુનાવણી માટે 10 જૂનની તારીખ નક્કી કરી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મના નિર્માતા અને ક્રૂએ 24 મેના રોજ વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમને સોશિયલ મીડિયા દ્વારા સતત અજાણ્યા લોકો તરફથી જાનથી મારી નાખવાની અને બળાત્કારની ધમકીઓ મળી રહી છે.


CBFC વતી એક અધિકારી એ જણાવ્યું હતું કે આઠ સભ્યોની સમિતિ દ્વારા ફિલ્મની અનેક સ્તરે તપાસ કરવામાં આવી છે. સમિતિ દ્વારા કેટલાક સુધારા સૂચવવામાં આવ્યા હતા, જેનું પાલન કરવામાં આવ્યું છે. તેમને જણાવ્યું કે ફેરફારો પછી જ ફિલ્મને U/A પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. ફિલ્મના કેટલાક સંવાદો પર વાંધો લેવા અંગે કોર્ટના પ્રશ્નના જવાબમાં અધિકારીએ કહ્યું કે ફિલ્મ નિર્માતાઓએ તેમને હટાવી દીધા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More