News Continuous Bureau | Mumbai
Hanuman: હનુમાન બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મ ને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રશાંત વર્મા દ્વારા નિર્દેશિત તેજા સજ્જા ની ફિલ્મ હનુમાન 12 જાન્યુઆરી એ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. હવે ચાહકો આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ફિલ્મ હનુમાન ની ઓટીટી રિલીઝ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Anupama: અનુપમા ના જીવન માં આવશે મોટો બદલાવ! શો માં થઇ રહી છે નવી એન્ટ્રી, જાણો સિરિયલ માં આવનાર નવા ટ્વિસ્ટ વિશે
હનુમાનની ઓટિટિ રિલીઝ
ફિલ્મ હનુમાન ના નિર્માતાઓએ ફિલ્મને થિયેટરમાં રિલીઝ થયાના ત્રણ અઠવાડિયા પછી ઓટીટી પર રિલીઝ કરવાની યોજના બનાવી હતી, પરંતુ બોક્સ ઓફિસ પર ફિલ્મની સફળતા અને જનતા ટફ થી મળી રહેલા સારા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને, તેને સાત અઠવાડિયા પછી OTT પર લોન્ચ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ ‘હનુમાન’ 2 માર્ચ, 2024 ના રોજ OTT પ્લેટફોર્મ ZEE5 પર રિલીઝ થવાની તૈયારીમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મના OTT પ્રીમિયરની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.