Site icon

Hardik pandya and ananya pandey: શું ખરેખર હાર્દિક પંડ્યા અને અનન્યા પાંડે એકબીજાને કરી રહ્યા છે ડેટ? અભિનેત્રી ના નજીક ના સૂત્ર એ જણાવી હકીકત

Hardik pandya and ananya pandey: હાર્દિક પંડ્યા અને અનન્યા પાંડે ના ડેટિંગ ના સમાચાર ઘણા સમયથી ચાલી રહ્યા છે તેવામાં અનન્યા ના નજીક ના સૂત્ર એ બંને ના સંબંધ વિશે હકીકત જણાવી છે.

hardik pandya and ananya pandey dating each other know what is the truth

hardik pandya and ananya pandey dating each other know what is the truth

News Continuous Bureau | Mumbai

Hardik pandya and ananya pandey: હાર્દિક પંડ્યા અને અનન્યા પાંડે એ જ્યારથી અનંત અને રાધિકા ની જાન માં સાથે ડાન્સ કર્યો છે ત્યારથી બંને ના ડેટિંગ ના સમાચાર ચાલી રહ્યા છે આની વચ્ચે હાર્દિક અને અનન્યા સોશિયલ મીડિયા પ[ર એકબીજા ને ફોલો કરવાનું પણ શરૂ કરી દીધું છે. અધૂરામાં પૂરું હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક દ્વારા અલગ થવાની જાહેરાતે ડેટિંગની અટકળોને વધુ વેગ આપ્યો છે.તેવામાં અનન્યા ના નજીક ના સૂત્ર  એ બંને ના સંબંધ વિશે હકીકત જણાવી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Natasa stankovic: હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા ની જાહેરાત બાદ દીકરા સાથે આ રીતે સમય વિતાવી રહી છે નતાશા સ્ટેન્કોવિક, તસવીરોમાં જોવા મળ્યું હસતા ચેહરા પાછળ નું દુઃખ

 

હાર્દિક પંડ્યા અને અનન્યા પાંડે ના સંબંધ ની હકીકત 

અનન્યા પાંડેની નજીકના એક સૂત્રએ એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત માં કહ્યું કે, ‘અભિનેત્રી અને હાર્દિક પંડ્યા વચ્ચેના અફેરના સમાચારમાં કોઈ સત્ય નથી. અનન્યા પાંડે અને હાર્દિક પંડ્યાએ અંબાણી પરિવારના લગ્ન સમારોહમાં સાથે સમય વિતાવ્યો કારણ કે તેમના વાઇબ્સ મેળ ખાતા હતા. અનન્યા પાંડે દરેકને મળે છે તેની સાથે મૈત્રીપૂર્ણ બને છે અને મોટાભાગના લોકો સાથે તે સારી રીતે હળીમળી જાય છે. તે એક આનંદનો પ્રસંગ હતો અને બધાએ સારો સમય પસાર કર્યો હતો. જે લોકો બંને વચ્ચે રોમેન્ટિક એન્ગલ શોધી રહ્યા છે તેમને જણાવી દઈએ કે અનન્યા પાંડે હાલમાં પોતાના કામ પર ધ્યાન આપી રહી છે. અનન્યા પાંડે પાસે ઘણી રસપ્રદ ફિલ્મો અને OTT પ્રોજેક્ટ્સ છે અને તે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. તે પોતાની કારકિર્દી પર સંપૂર્ણ ધ્યાન આપવા માંગે છે. તેથી અનન્યા પાંડે અને હાર્દિક પંડ્યાના અફેરની વાતો તદ્દન ખોટી છે.’


તમને જણાવી દઈએ એક અનન્યા પાંડે નું નામ આદિત્ય રોય કપૂર સાથે જોડાઈ ચૂક્યું છે મીડિયા રિપોર્ટ મુજબ અનન્યા અને આદિત્ય નું બ્રેકઅપ થઇ ગયું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The Magical Voice of Lata Mangeshkar: જ્યારે લતાજીનો અવાજ બન્યો ‘જીવન રક્ષક’! જાણો એ કયું ગીત છે જે સાંભળીને સેંકડો લોકોએ મોતનો વિચાર માંડી વાળ્યો
Dhurandhar 2 Box Office Explosion: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી! માત્ર ૭૨ કલાકમાં ૫૦૦ કરોડ પાર, રણવીર સિંહે તોડ્યો ‘જવાન’ અને ‘પઠાણ’ નો રેકોર્ડ
Screen Awards 2026 Nominations: સ્ક્રીન એવોર્ડ્સ ૨૦૨૬માં ‘ધુરંધર’નો દબદબો! એકસાથે ૨૪ નોમિનેશન મેળવી રચ્યો ઇતિહાસ; જાણો કઈ ફિલ્મો આપશે ટક્કર.
Shakira India Tour Cancelled: શકીરાના ચાહકોને મોટો ઝટકો! ભારત પ્રવાસ રદ; ઈરાન-ઈઝરાયેલ યુદ્ધે ફેરવ્યું પાણી, જાણો હવે ટિકિટના પૈસાનું શું થશે?
Exit mobile version