Site icon News Continuous Bureau | Mumbai

Shakira India Tour Cancelled: શકીરાના ચાહકોને મોટો ઝટકો! ભારત પ્રવાસ રદ; ઈરાન-ઈઝરાયેલ યુદ્ધે ફેરવ્યું પાણી, જાણો હવે ટિકિટના પૈસાનું શું થશે?

Shakira India Tour Cancelled: એપ્રિલમાં મુંબઈ અને દિલ્હીમાં યોજાનારા કોન્સર્ટ મોકૂફ, પશ્ચિમ એશિયાના તણાવને કારણે આયોજકોએ લીધો મોટો નિર્ણય.

Shakira’s India Tour Cancelled Amid Iran-Israel Conflict; Organizers Promise Full Refund to Fans

Shakira’s India Tour Cancelled Amid Iran-Israel Conflict; Organizers Promise Full Refund to Fans

News Continuous Bureau | Mumbai

Shakira India Tour Cancelled:  ગ્લોબલ પોપ સ્ટાર શકીરાના  ભારતીય ચાહકો માટે નિરાશાજનક સમાચાર આવ્યા છે. એપ્રિલ મહિનામાં યોજાનારો શકીરાનો ભારત પ્રવાસ હાલ પૂરતો રદ કરવામાં આવ્યો છે. આયોજકોએ સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપી છે કે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધ અને જીઓ-પોલિટિકલ તણાવને કારણે સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Hrithik Roshan: ગ્રીક ગોડનો નવો અવતાર! રિતિક રોશનની ફિલ્મ ‘મેસ’ (Mess) નું પોસ્ટર રિલીઝ, પ્રાઇમ વિડિયો પર થશે મોટો ધડાકો

શા માટે રદ થયો શકીરાનો ‘ફીડિંગ ઈન્ડિયા કોન્સર્ટ’?

શકીરાનો કાર્યક્રમ ૧૦ એપ્રિલે મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સ અને ૧૫ એપ્રિલે દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં યોજાવાનો હતો. આયોજકોના જણાવ્યા અનુસાર, ૨૮ ફેબ્રુઆરીથી પશ્ચિમ એશિયામાં શરૂ થયેલા સંઘર્ષ અને અમેરિકા-ઈઝરાયેલના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈના મોતના પગલે સમગ્ર વિશ્વમાં તણાવ પ્રવર્તી રહ્યો છે. કલાકારો, પ્રોડક્શન ટીમ અને ચાહકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને આ ટુર હાલ સ્થગિત કરવામાં આવી છે.


જે ચાહકોએ પહેલેથી જ ટિકિટ બુક કરાવી લીધી છે, તેમના માટે આયોજકોએ રાહતના સમાચાર આપ્યા છે.તમામ ટિકિટ ધારકોને તેમની પૂરી રકમ પરત કરવામાં આવશે. રિફંડની રકમ સીધી જ ગ્રાહકોના ઓરિજિનલ પેમેન્ટ ઓપ્શન (જેમ કે બેંક એકાઉન્ટ કે કાર્ડ) માં જમા કરી દેવામાં આવશે.આયોજકો અત્યારે નવી તારીખો પર વિચાર કરી રહ્યા છે અને સ્થિતિ સામાન્ય થતા જ તેની જાહેરાત કરવામાં આવશે. કોઈપણ પૂછપરછ માટે આયોજકોએ એક સત્તાવાર મેઈલ આઈડી પણ જાહેર કર્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh Box Office ‘હનુમાન અંશ’નું બોક્સ ઓફિસ પર તોફાન યથાવત્! ૪૬મા દિવસે ૩૫૦ કરોડની ક્લબમાં એન્ટ્રી, મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત
Drishyam ‘દ્રશ્યમ 3’ નું નામ બદલીને ‘દ્રશ્યમ ધ કન્ક્લૂઝન’ કેમ રાખ્યું? ડિરેક્ટર અભિષેક પાઠકે કર્યો રસપ્રદ ખુલાસો, વિજય સાલગાંવકરની સફરનો આખરી અધ્યાય!
Ajay Devgn Son Yug Impressive Physique 16 વર્ષની ઉંમરે અજય દેવગનના દીકરા યુગે બનાવી શાનદાર બોડી જિમમાં પરસેવો વહાવતો દેખાયો સ્ટારકિડ, વીડિયો વાયરલ!
O Mere Sona Re Sona 60 Years આશા ભોંસલે અને મોહમ્મદ રફીના આ 60 વર્ષ જૂના ગીતનો જાદુ અકબંધ શમ્મી કપૂરના અંદાજ પર આજે Gen Z પણ ઝૂમી રહ્યા છે!
Exit mobile version