Site icon

લગ્ન બાદ પાર્ટીમાં હાર્દિક પંડ્યા અને નતાશાએ કર્યો જોરદાર ડાન્સ, વીડિયો થયો વાયરલ

હાર્દિક પંડ્યા અને નતાશા ના લગ્ન થઇ ગયા છે.લગ્ન પછી કપલે જોરદાર ડાન્સ કર્યો હતો અને તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચાહકોને હાર્દિક-નતાશાની આ સ્ટાઇલ પસંદ આવી રહી છે.

hardik pandya natasa stankovic burn up the dance floor at their after wedding party

લગ્ન બાદ પાર્ટીમાં હાર્દિક પંડ્યા અને નતાશાએ કર્યો જોરદાર ડાન્સ, વીડિયો થયો વાયરલ

News Continuous Bureau | Mumbai

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે 4 ફેબ્રુઆરીએ ઉદયપુરમાં બીજીવાર લગ્ન કર્યા છે. આ અગાઉ કપલે 13 મે, 2020 ના રોજ, મુંબઈમાં કોર્ટ મેરેજ કર્યા હતા પરંતુ તે સમયે કોવિડને કારણે ધામધૂમ  કરવામાં આવી ન હતી. જેના કારણે હાર્દિક-નતાશાએ ફરીથી લગ્ન કરીને તેમની અધૂરી ઈચ્છા પૂર્ણ કરી હતી.હવે કપલ ના લગ્ન ના ફોટા અને વિડીયો સામે આવી રહ્યા છે. 

Join Our WhatsApp Community

 

કપલ નો ડાન્સ વિડીયો થયો વાયરલ 

લગ્ન પછી આ સુંદર કપલે જોરદાર ડાન્સ કર્યો, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે લગ્નની કેટલીક તસવીરો હાર્દિક અને નતાશાએ પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા પહેલાથી જ શેર કરી હતી. ક્રિકેટરે તેના લગ્ન માટે કાળો સૂટ પહેર્યો હતો જ્યારે નતાશા સફેદ ગાઉનમાં સુંદર લાગતી હતી. બંને એકસાથે ખૂબ જ સુંદર લાગતા હતા. હાર્દિક અને નતાશાને એક બાળક પણ છે જેનો જન્મ 2020માં થયો હતો. તેમના પુત્ર અગસ્ત્યએ લગ્નમાં બેબી-ફિટ ટક્સીડો સૂટ પહેર્યો હતો.

આવી રીતે થઇ હતી કપલ ની પહેલી મુલાકાત 

હાર્દિકે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે નતાશાને પહેલીવાર નાઈટ ક્લબમાં મળ્યો હતો. ત્યારે નતાશાને હાર્દિક પંડ્યા ક્રિકેટર હોવાની જાણ નહોતી. આ મુલાકાત પછી બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ, પછી આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. બંનેએ થોડા સમય માટે એકબીજાને ડેટ પણ કર્યા પછી હાર્દિક પંડ્યાએ 1 જાન્યુઆરી 2020 ના રોજ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ક્રુઝ પર નતાશાને રોમેન્ટિક રીતે પ્રપોઝ કર્યું. બંનેએ સગાઈ કરી અને પછી એ જ વર્ષે મે મહિનામાં કોર્ટ મેરેજ કર્યા.

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version