News Continuous Bureau | Mumbai
હેલી શાહનો જન્મ અમદાવાદમાં (Ahmedabad)થયો હતો. હેલી એક ટ્રેઈન્ડ ડાન્સર (dancer)છે, તેણે ઝલક દીખલાજામાં (Jhalak Dikhla ja)પણ ભાગ લીધો હતો. હેલી જ્યારે ધોરણ ૮માં અભ્યાસ કરી રહી હતી, ત્યારે જ તેણે ડેબ્યૂ કર્યું હતું. હેલીએ ૨૦૧૦માં સ્ટાર પ્લસના શો (star plus show)ગુલાલથી નાના પડદા પર ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય ૧૬ વર્ષની ઉંમરે હેલીને લાઈફ ઓકેની સીરિયલ લક્ષ્મી-હમારી સુપર બહુમાં લીડ રોલ મળ્યો હતો.
તસવીરોમાં અભિનેત્રીએ ઓફ-વ્હાઈટ કલરનું કોટ-પેન્ટ પહેર્યું છે. જેના પર સિલ્વર કલરની સુંદર બોર્ડર આપવામાં આવી છે. ભલે હેલીએ (Helly shah)તેની એક્ટિંગ કરીયરની શરૂઆત વહેલી કરી હતી, પરંતુ તે ભણવામાં બિલકુલ પાછળ નથી. હેલીને બાયોટેક્નોલોજીમાં ડીગ્રી મેળવવી છે. ઉલ્લેખનોય છે કે હેલી શાહ કાન્સ(Cannes film festival) ૨૦૨૨માં પોતાની ડેબ્યૂ ફિલ્મ 'કાયા પલટ'નું પોસ્ટર રિવીલ કરવા આવી છે.
અભિનેત્રીની ડેબ્યુ ફિલ્મ 'કાયા પલટ'નું(Kaya palat) નિર્દેશન શોએબ નિકાશ શાહે કર્યું છે, જ્યારે ફિલ્મના નિર્માતા રાહત કાઝમી છે. તો ક્યારેક અભિનેત્રીએ ક્લાસી બ્લેઝર અને ઓરેન્જ કલરનું પેન્ટ પહેરીને પોતાના કિલર લુકથી ચાહકોને મંત્રમુગ્ધ કર્યા છે. હેલી જણાવે છે કે તે પોતાના કરિયરને આગળ વધારવા માટે મુંબઈમાં (Mumbai)રહે છે, પણ તે અમદાવાદને બહુ જ મિસ કરે છે.
આજે પોતાના શૉ સ્વરાગીનીથી (Swaragini)હેલીને ઘરે ઘરે લોકપ્રિયતા મળી છે. તેના ડેબ્યૂ માટે હેલી શાહ ખૂબ જ સુંદર ગ્રીન ગાઉનમાં આવી હતી. આ દરમિયાન તેણે ઘણી તસવીરો શેર કરી છે. જણાવી દઈએ કે પ્રતિષ્ઠિત ૭૫મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૧૭મી મેના રોજથી શરૂ થયો છે અને વિશ્વભરની ઘણી હસ્તીઓ આ ઇવેન્ટના રેડ કાર્પેટ(red carpet) પર આવી ચૂકી છે. હેલી શાહ પહેલીવાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી છે અને તે તેના ડેબ્યૂ માટે ખૂબ જ ઉત્સાહિત દેખાતી હતી. હેલી શાહ નાના પડદાનું મોટું નામ છે.
હેલીએ સિલ્વર સ્ક્રીન પર બધાના દિલ જીતી લીધા છે, પરંતુ હવે તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૨માં(Cannes film festival) પણ ધમાલ મચાવવા પહોંચી ગઈ છે. આ દિવસોમાં હેલી જબરદસ્ત રીતે હેડલાઇન્સમાં છવાયેલી રહે છે. તમને જણાવી દઈએ કે, હિના ખાન (hina Khan)પછી હેલી શાહ ટીવી જગતની બીજી એવી અભિનેત્રી છે, જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનું ફિલ્મી ડેબ્યૂ કરવા આવી છે.
આ સમાચાર પણ વાંચો : 'બિગ બોસ 14'ની વિજેતા રૂબીના દિલાઈક નું 'કિલર' ફોટોશૂટ, બિગ રોઝ થીમ ડ્રેસ જોઈને ફેન્સ થયા ક્લીન બોલ્ડ; જુઓ ફોટોગ્રાફ્સ