Site icon

જ્યારે હેમા માલિની અને જિતેન્દ્રનાં લગ્ન થવાનાં હતાં ત્યારે કંઈક એવું થયું કે જેણે ડ્રીમ ગર્લનું તોડી નાખ્યું દિલ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 19 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

હેમા માલિની અને ધર્મેન્દ્રની લવ સ્ટોરી ઇન્ડસ્ટ્રીની સૌથી સફળ લવ સ્ટોરીમાંની એક છે. બૉલિવુડની ડ્રીમ ગર્લને ઇન્ડસ્ટ્રીના ત્રણ મોટા સુપરસ્ટાર્સ – ધર્મેન્દ્ર, જિતેન્દ્ર અને સંજીવકુમાર દ્વારા પસંદ કરવામાં આવી હોવાનું કહેવાય છે અને ઇચ્છતા હતા કે હેમા તેને પોતાના જીવનમાં સમાવે. એ સમયનાં ઘણાં ફિલ્મી સામયિકોમાં પ્રકાશિત થયું હતું કે આ ત્રણેય તેને કેવી રીતે આકર્ષવાનો પ્રયત્ન કરતા રહ્યા.

કરણ જોહરના શો કૉફી વિથ કરણમાં મહેમાન તરીકે આવેલી હેમાએ પણ આ અહેવાલોની પુષ્ટિ કરી  હતી. હકીકતમાં જ્યારે જિતેન્દ્ર ફિલ્મોમાં આવ્યો ત્યારે ધર્મેન્દ્ર અને હેમા માલિનીની જોડીએ તે સમયગાળા દરમિયાન ઘણી હિટ ફિલ્મો આપી, ત્યાર બાદ જિતેન્દ્રને લાગ્યું કે જો તેણે હેમા માલિની સાથે લગ્ન કર્યાં તો તે પણ ધર્મેન્દ્ર જેવો નસીબદાર હીરો બની જશે. આ માટે જિતેન્દ્રએ તેની માતાને હેમાની માતાની મિત્ર બનાવી હતી, પરંતુ હેમાની માતા જયા ચક્રવર્તીએ સમગ્ર મામલો હેમા પર છોડી દીધો હતો. એટલું જ નહીં, બંને પરિવાર મદ્રાસમાં પણ મળ્યા હતા. એક મીડિયા હાઉસના એક રિપૉર્ટ અનુસાર, એવા અહેવાલો પણ આવ્યા હતા કે જિતેન્દ્ર અને હેમા માલિનીએ ચેન્નઈ (એ સમયે મદ્રાસ)માં લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. લગ્નની બાબત  નક્કી થઈ ગઈ હોત, પરંતુ જિતેન્દ્ર સગાઈ પછી જલદી લગ્ન કરવા માગતો હતો. તેને ડર હતો કે સગાઈ બાદ હેમા માલિનીનું મન બદલાઈ શકે છે. હેમા માલિની પણ લગ્ન માટે સંમત થઈ હતી.

જ્યારે આમિર ખાને શાહરુખને ફોન કરીને કાજોલ વિશે પૂછ્યું હતું ત્યારે શાહરુખે આપ્યો હતો કંઈક આવો જવાબ; જાણો વિગત

જ્યારે જિતેન્દ્ર અને હેમા એકબીજાની નજીક આવ્યાં ત્યારે જાણવા મળ્યું કે જિતેન્દ્ર શોભાને પણ ડેટ કરી રહ્યો હતો જે તે સમયના તેઓ બાળપણના મિત્ર હતા. જ્યારે શોભાને ખબર પડી કે જિતેન્દ્ર હેમા સાથે લગ્ન કરવા માગે છે, ત્યારે તેણે હેમાને મનાવવા કહ્યું. આખરે જિતેન્દ્ર અને હેમા અલગ થઈ ગયાં અને જિતેન્દ્રએ શોભા સાથે લગ્ન કર્યાં.

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ
Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત
Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી
Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!
Exit mobile version