Site icon News Continuous Bureau | Mumbai

Hema Malini-Dharmendra Love Story: કઈંક આવી હતી હેમા માલિની ની ધર્મેન્દ્ર ની સાથે ની પ્રથમ મુલાકાત, સિમી ગરેવાલ એ શેર કર્યો વિડીયો

Hema Malini-Dharmendra Love Story: ધર્મેન્દ્રના નિધન બાદ હેમા માલિનીના એકલવાયાપણાને દૂર કરવા માટે અભિનેત્રી સિમી ગરેવાલ એ પોતાના જૂના શો 'રેન્ડેઝવસ વિથ સિમી ગરેવાલ'ની એક ક્લિપ શેર કરી છે, જેમાં હેમા માલિનીએ ધર્મેન્દ્ર સાથેની તેમની પહેલી મુલાકાત અને પ્રેમની વાતો કહી છે.

Hema Malini Shared Her Love Story with Dharmendra; Simi Garewal Shares Old Video

Hema Malini Shared Her Love Story with Dharmendra; Simi Garewal Shares Old Video

News Continuous Bureau | Mumbai

Hema Malini-Dharmendra Love Story: ૨૦૦૦ના દાયકામાં અભિનેત્રી સિમી ગરેવાલ એક ટૉક શો લઈને આવી હતી, જેનું નામ હતું ‘રેન્ડેઝવસ વિથ સિમી ગરેવાલ’. આ શોમાં અલગ-અલગ ક્ષેત્રની હસ્તીઓ ભાગ લેતી હતી અને પોતાના જીવન વિશે વાત કરતી હતી. હવે સિમી ગરેવાલ પોતાના આ જ શોની એક જૂની ક્લિપ શેર કરી છે. આ ક્લિપમાં તેમની સાથે ‘ડ્રીમ ગર્લ’ હેમા માલિની જોવા મળી રહી છે. ક્લિપમાં હેમા માલિની ધર્મેન્દ્ર સાથેની પોતાની પ્રેમ કહાણી અને લગ્નનો ઉલ્લેખ કરી રહી છે. ધર્મેન્દ્રના નિધન બાદ સિમી ગરેવાલ આ ક્લિપને શેર કરતાં કહ્યું છે કે, આ ક્લિપ હેમા માલિનીના ખાલીપણાને થોડા સમય માટે દૂર કરી શકશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dharmendra 90th Birth Anniversary: દેઓલ પરિવારની અનોખી પહેલ: ધર્મેન્દ્રના ૯૦મા જન્મદિવસની ઉજવણી ફાર્મહાઉસમાં થશે, ફેન્સને પણ મળશે એન્ટ્રી

ફિલ્મ પ્રીમિયર પર પહેલીવાર મળ્યા હતા હેમા-ધર્મેન્દ્ર

સિમી ગરેવાલ એ ઇન્સ્ટાગ્રામ પર ૧ મિનિટ ૫૨ સેકન્ડની એક ક્લિપ શેર કરી છે. આ વીડિયો ક્લિપમાં હેમા માલિની ધર્મેન્દ્ર સાથેની પોતાની પહેલી મુલાકાત અને પ્રેમ કહાણી વિશે વાત કરી રહી છે. વીડિયોમાં હેમા જણાવે છે કે ધર્મેન્દ્ર સાથે તેમની પહેલી મુલાકાત કોઈ ફિલ્મ પ્રીમિયર દરમિયાન થઈ હતી. તેમણે કહ્યું કે, “મેં તેમના જેવો સુંદર વ્યક્તિ પહેલા ક્યારેય જોયો ન હતો અને મને સાંભળવા મળ્યું હતું કે મારા વિશે પણ તેઓ આવું જ વિચારે છે.” જ્યારે સિમી ગરેવાલપૂછે છે કે ત્યારે તમને ન લાગ્યું કે અરે આ તો પહેલેથી જ પરણેલા છે?

આના પર હેમાએ કહ્યું કે, “શરૂઆતમાં મને તેનાથી કોઈ ફરક નહોતો પડતો કે તેઓ પરણેલા છે. પરંતુ હા, પછીથી હું વિચારતી હતી કે જ્યારે પણ હું લગ્ન કરીશ તો તેમના જેવા દેખાતા કોઈ વ્યક્તિ સાથે જ લગ્ન કરીશ. જોકે, તેમની સાથે જ કરીશ, એવું ક્યારેય નહોતું વિચાર્યું. પરંતુ પછીથી આવું જ થયું. જોકે, તેઓ હંમેશા મને કહેતા હતા કે તે મને ખૂબ પ્રેમ કરે છે, જ્યારે હું માત્ર ‘ઠીક છે’ કહીને વાત ટાળી દેતી હતી. મેં અન્ય બાબતોને જોતા ક્યારેય આ વાતને વધારે મહત્ત્વ આપ્યું નહોતું.” આ વીડિયો શેર કરતી વખતે સિમી ગરેવાલ એ  કૅપ્શનમાં લખ્યું, “મેં તાજેતરમાં હેમા-ધરમની પ્રેમ કહાણી પર ફરીથી વિચાર કરવા માટે અમારું ‘રેન્ડેઝવસ’ ફરીથી જોયું. પરિસ્થિતિઓને જોતા આ સુંદર અને સાહસિક હતું. પરણેલા પુરુષ સાથે લગ્ન કરવું આજકાલની મોટાભાગની મહિલાઓ માટે કોઈ વિકલ્પ નથી. પરંતુ પોતાના પ્રેમને અનુસરવાનો નિર્ણય કરીને, હેમા જીએ આ સંબંધને અત્યંત નિસ્વાર્થ અને શાલીનતાથી નિભાવ્યો. આજે તેમને તેમના (ધર્મેન્દ્ર) વિના ખૂબ ઊંડું દુઃખ થઈ રહ્યું હશે. મને આશા છે કે આ સુખદ યાદો તેમને શાંતિ આપશે અને આ ખાલીપણાને ભરશે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Amitabh Bachchan।અમિતાભ બચ્ચને ડ્રાઈવરને હટાવી જાતે જ દોડાવી કાર! ‘જલસા’ બહાર ફેન્સને આપ્યું મોટું સરપ્રાઈઝ, બ્લોગ લખીને કહી દિલની વાત
Anupama Tv Serial Updates| ‘અનુપમા’ ના સેટ પર કેવું છે કલાકારોનું વર્તન? સચિન ત્યાગીએ રૂપાલી ગાંગુલી અને શિવમ ખજુરિયા વિશે કહી આવી વાત
Krrish 4 Movie Hrithik Roshan| ‘ક્રિશ ૪’ ના બજેટને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓની હવા નીકળી! રાકેશ રોશને આપ્યું મોટું નિવેદન
Alpha Teaser Update| ‘આ અઠવાડિયે રિલીઝ થશે ‘આલ્ફા’ નું ટીઝર! આલિયા ભટ્ટ અને શર્વરી વાઘના રોલ પરથી ઉઠ્યો પડદો
Exit mobile version