News Continuous Bureau | Mumbai
Hema malini trolled: હેમા માલિની બોલિવૂડ ની દિગ્ગ્જ અભિનેત્રી હોવા ઉપરાંત તે મથુરાના ભાજપના સાંસદ પણ છે.હેમા માલિની તેના નિવેદન ને કારણે ચર્ચામાં આવી છે. વાત એમ છે કે, વિનેશ ફોગાટ ના ઓલિમ્પિક માં અયોગ્ય ઘોષિત થવા પર બોલિવૂડ ઈંડસ્ટ્રી ના લોકો નો ગુસ્સો ફૂટ્યો છે ઈંડસ્ટ્રી ના લોકો વિનેશ ને સપોર્ટ કરી રહ્યા છે તેવામાં હેમા માલિની એ વિનેશ ફોગાટ પર એવું નિવેદન આપ્યું કે તે મીડિયા પર ટ્રોલ થઇ રહી છે.
આ સમાચાર પણ વાંચો: Avneet kaur: અવનીત કૌર પર એક જ્વેલરી બ્રાન્ડ એ લગાવ્યો છેતરપિંડીનો આરોપ, અભિનેત્રી સાથે ચેટિંગ નો સ્ક્રીન શોર્ટ શેર કરી કહી આવી વાત
હેમા માલિની એ વિનેશ ફોગાટ વિશે કહી આ વાત
એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત માં હેમા માલિની એ કહ્યું, “તે ખૂબ જ આશ્ચર્યજનક અને વિચિત્ર છે કે તમે કોઈને અયોગ્ય ઠેરવી રહ્યા છો કારણ કે તેનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. હવે મને સમજાયું કે વજન નિયંત્રિત કરવું કેટલું જરૂરી છે. આ આપણા બધા માટે એક પાઠ છે. આપણે બધા… સેલેબ્સ અને મહિલાઓએ આમાંથી શીખવું જોઈએ. હું ઈચ્છું છું કે તે જલદીથી 100 ગ્રામ વજન ઘટાડશે, પરંતુ હવે તેને ફાઈનલ રમવાની તક નહીં મળે.’
BJP MP Hema Malini says “Vinesh Phogat will get nothing now.”
Look at her weird smile while making such disgraceful remarks against an athlete representing India.
Are BJP ministers happy with her disqualification because she protested against Modi?#Phogat_Vinesh #Olympics2024 pic.twitter.com/pP4HMB2NbJ
— Selection Commission Of India (Commentary) (@ECISLEEPS) August 7, 2024
હેમા માલિની આ વાતચીત દરમિયાન હસતી જોવા મળી હતી. નિવેદન આપ્યા બાદ હેમા માલિની નું આવું હસી ને જવું સોશિયલ મીડિયા યુઝર્સ ને ગમ્યું નહીં જેને કારણે સોશિયલ મીડિયા યુઝર્સ હેમા માલિની ને ટ્રોલ કરી રહ્યા છે..
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)