Site icon

Hema malini: ફરી ફિલ્મો માં કામ કરવા માંગે છે હેમા માલિની, ડ્રીમ ગર્લ એ નિર્માતા સામે રાખી આવી શરત

hema malini wants to work in films again actress put this hema malini wants to work in films again actress put this condition in front of directors condition in front of directors

Hema malini: ફરી ફિલ્મો માં કામ કરવા માંગે છે હેમા માલિની, ડ્રીમ ગર્લ એ નિર્માતા સામે રાખી આવી શરત

News Continuous Bureau | Mumbai

બોલિવૂડની ડ્રીમ ગર્લ હેમા માલિનીએ ફિલ્મોથી દૂરી બનાવી લીધી છે અને હવે લાંબા સમયથી અભિનેત્રી રાજનીતિમાં પણ ઘણી સક્રિય થઈ ગઈ છે. હેમા તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવન માટે વધુ હેડલાઈન્સ મેળવે છે. હવે તાજેતરમાં, હેમાએ ફિલ્મોમાં કામ કરવા માટે રસ દાખવ્યો છે અને કહ્યું છે કે હું ફિલ્મો કરવા માંગુ છું. જો મને તક મળશે તો હું ચોક્કસ ફિલ્મો કરવા માંગીશ. 

આ સમાચાર પણ વાંચો : Sushmita sen:મૈં હૂં ના રિલીઝ થયા બાદ ફરાહ ખાને સુષ્મિતાની માંગી હતી માફી,અભિનેત્રીએ કર્યો ખુલાસો

હેમા માલિની એ રાખી શરત 

એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા હેમાએ કહ્યું, ‘મને ફિલ્મોમાં કામ કરવાનું ચોક્કસ ગમશે, પરંતુ તે સારો રોલ હોવો જોઈએ. જો મને સારી ભૂમિકાઓ મળશે તો હું કેમ નહીં કરું? હું બધા નિર્માતાઓને કહેવા માંગુ છું કે આગળ આવો અને મને સાઈન કરો. હું ઉપલબ્ધ છું.હેમા માલિની ના સમકાલીન શર્મિલા ટાગોર, જયા બચ્ચન અને પતિ ધર્મેન્દ્રએ સિલ્વર સ્ક્રીન પર પુનરાગમન કર્યા પછી, અભિનેત્રી હેમા માલિની કહે છે કે તે પણ ફિલ્મો કરવા માંગશે. જો નિર્માતાઓ તેના માટે કેટલીક સારી ભૂમિકાઓ લઈને આવે. હેમાની અગાઉની ફિલ્મ શિમલા મિર્ચી હતી, જે વર્ષ 2020માં રિલીઝ થઈ હતી. 2000 ના દાયકામાં, અભિનેત્રીએ બાગબાન, વીર-ઝારા, બાબુલ અને બુઢા હોગા તેરા બાપ જેવી હિટ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. આ પછી તે ઈન્ડસ્ટ્રીમાંથી સંપૂર્ણપણે ગાયબ થઈ ગઈ.

Exit mobile version