Hina Khan: કોરિયા ટુરિઝમની બ્રાન્ડ એમ્બેસેડર બની હિના ખાન, અભિનેત્રી એ તસવીરો શેર કરી કહી આવી વાત

Hina Khan: કોરિયા પ્રવાસ દરમિયાન હિના ખાન ને વિશેષ સન્માન મળ્યું છે. હવે હિના ખાન કોરિયા ટુરિઝમની બ્રાન્ડ એમ્બેસેડર બની છે.

by Zalak Parikh
Hina Khan Becomes Honorary Ambassador of Korea Shares Joyful Moments from Her Trip

News Continuous Bureau | Mumbai

Hina Khan: ટીવી અને ફિલ્મ જગતની લોકપ્રિય અભિનેત્રી હિના ખાન હાલમાં કોરિયા પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેને કોરિયા ટુરિઝમ દ્વારા હોનરરી એમ્બેસેડર તરીકે નિમવામાં આવી છે. હિનાએ આ પ્રસંગની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી અને પોતાની ખુશી વ્યક્ત કરી છે.

આ સમાચાર પણ વાંચો: Rupali Ganguly: રૂપાલી ગાંગુલી એ પીએમ મોદી ની તસવીર શેર કરી પાકિસ્તાન પર કર્યો પ્રહાર, સાથે જ ભારતીયો ને કરી આવી વિનંતી

હિના ખાન ની પોસ્ટ

હિના ખાને આ સમાચાર તેના ચાહકો સાથે અનેક તસવીરો સાથે શેર કર્યા છે અને લખ્યું કે, “કોરિયા ટુરિઝમનો હોનરરી એમ્બેસેડર બનવું મારા માટે ગૌરવની વાત છે. કોરિયાની સંસ્કૃતિ, સુંદરતા અને લોકોની ઉષ્મા દુનિયાભરમાં ફેલાવવાનો મને આનંદ છે.” હિનાએ આ પ્રસંગે પહેરેલી નિલી ડ્રેસ પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહી.


હિના અને તેના બોયફ્રેન્ડ રોકી જૈસવાલ એ ગાંગનેઉંગના BTS બસ સ્ટોપથી પ્રવાસની શરૂઆત કરી. ત્યારબાદ તેમણે Goblin જેવી લોકપ્રિય K-Drama સીરીઝના લોકેશન્સની મુલાકાત લીધી. હિનાએ આ તમામ પળોની તસવીરો પણ શેર કરી છે. આ પ્રવાસ અને સન્માનથી તેના ફેન્સને પ્રેરણા મળી છે કે મુશ્કેલ સમયમાં પણ સપનાઓ જીવી શકાય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More