ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૮ જુલાઈ ૨૦૨૧
ગુરુવાર
જાણીતી એક્ટ્રેસ હિના ખાન અવાર નવાર પોતાના બોલ્ડ ફોટોસ ને કારણે ચર્ચામાં રહે છે. ખૂબસુરતી અને દમદાર અભિનયથી ટીવીથી લઇને બોલિવુડ સુધીની સફર કરનારી અભિનેત્રી હિના ખાન હાલ વેકેશન એન્જોય કરી રહી છે.

હિના ખાન કામમાંથી થોડો સમય મળતા જ તે એન્જોય કરવા નીકળી પડે છે. એક સમયે ટીવીની સંસ્કારી બહુની છબિ ધરાવનાર હિના ખાનની ગણતરી હવે મોસ્ટ સ્ટાઈલિશ આઈકનમાં થાય છે.

આ ફોટામાં હિના ખાન બીચ પર બિકીની પહેરેલી જોવા મળી રહી છે, આ સાથે અભિનેત્રી ખૂબ મસ્તી પણ કરી રહી છે.આ તસવીરોમાં હિનાએ ઓરેન્જ કલરની બિકીની પહેરી છે.

આ ફોટો શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું હતું કે,“મને ફરી ચિલ કરવા મારું લાઇસન્સ પાછું જોઈએ.” હિના ખાનની આ તસવીરો પર ચાહકો ઘણી ટિપ્પણી કરી રહ્યા છે અને તેનો પ્રતિસાદ આપી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે હિના ખાને ટીવીની દુનિયામાં ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’થી મજબૂત ઓળખ બનાવી હતી. આ પછી તે ‘ખતરો કે ખિલાડી’ અને ‘બિગ બોસ 13’ જેવા રિયાલિટી શોમાં પણ જોવા મળી હતી. ટીવી જગતમાં સંસ્કારી બહુની ભૂમિકા નિભાવ્યા બાદ અભિનેત્રીએ ‘કસૌટી જિંદગી કી’માં કોમોલિકાની ભૂમિકા પણ ભજવી હતી.

ટીવી પછી, અભિનેત્રીએ ફિલ્મ ‘હેક્ડ’ દ્વારા બોલિવૂડમાં પગ મૂક્યો હતો અને આ ફિલ્મ થકી, તેણે લોકોનું દિલ જીતવા માટે કોઈ કસર છોડી નહોતી