News Continuous Bureau | Mumbai
હીના ખાન(Hina Khan), જે લોકપ્રિય શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ(Ye Rishta Kya Kehlata Hai)’થી પ્રખ્યાત થઈ હતી તે તેના ફેશનેબલ સ્ટાઇલ સ્ટેટમેન્ટ(A fashionable style statement)માટે જાણીતી છે. નાના પડદાની મોટી અભિનેત્રી(Actress) હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવાર-નવાર પોતાના ગ્લેમરસ લુક(Glamours look)થી ચાહકોને દિવાના બનાવતી જોવા મળે છે.
હિના ખાને તેની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. હિના ખાનનું લેટેસ્ટ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ તસવીરોમાં હિના ખાન ઓરેન્જ કલરના શોર્ટ ડ્રેસમાં એક કરતા વધુ કિલર પોઝ આપતી જોવા મળી રહી છે. તસવીરોમાં હિના ખાન ખૂબ જ ગોર્જિયસ અને બોલ્ડ લાગી રહી છે, જેનાથી ચાહકો માટે નજર હટાવવી મુશ્કેલ બની રહી છે.
આ સમાચાર પણ વાંચો : આમિર ખાનની ફિલ્મ બોયકોટ કરવાની માગણી અસર બોક્સ ઓફિસ પર થઇ- સો મીડિયા પર જાત જાતના વાયરલ થઈ રહ્યા છે મીમ્સ
હિના ખાનનો ડ્રેસ સુંદર છે પરંતુ તેની સ્ટાઇલ અદ્ભુત લાગી રહી છે. તે અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. હિના ખાને ગોલ્ડન ઈયરિંગ્સ, ગળામાં ચેન, હાઈ હીલ્સ, સ્મોકી મેકઅપ અને સ્ટાઈલિશ લુક સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો અને કેમેરા સામે એક કરતા વધુ પોઝ આપ્યા છે. હિના ખાનની સુંદરતા હંમેશાની જેમ જોવા મળી રહી છે. એક્ટ્રેસના સ્ટાઇલિશ પોઝને જોઈને ફેન્સ ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હિના ખાનની ફેન ફોલોઈંગ બહોળી સંખ્યામાં છે. આ દિવસોમાં અભિનેત્રી ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. અહેવાલ છે કે આ વખતે હિનાને 'બિગ બોસ ઓટીટી' હોસ્ટ કરવાની જવાબદારી મળી શકે છે, કારણ કે કરણ જોહર તેના શો 'કોફી વિથ કરણ'ની 7મી સીઝનમાં વ્યસ્ત છે.
આ સમાચાર પણ વાંચો : પહેચાન કૌન- તસવીરમાં તોફાની સ્મિત ધરાવતો આ બાળક એક સમયે હતો તારક મહેતાનો મહત્વનો ભાગ હતો-જાણો તે અભિનેતા વિશે