કીમો થેરાપી થી ભાંગી પડેલી હિના ખાન ને પ્રોત્સાહિત કરવા પહોંચી હતી બોલિવૂડ ની આ અભિનેત્રી, જે ઝેલી ચુકી છે કેન્સર નું દર્દ

Hina khan: હિના ખાન બ્રેસ્ટ કેન્સર સામે લડી રહી છે. હાલ અભિનેત્રી નો ઈલાજ ચાલી રહ્યો છે તેવામાં પહેલા કીમો સેશન દરમિયાન હિના ખાન ને હોસ્પિટલ માં મળવા બોલિવૂડ અભિનેત્રી પહોંચી હતી જેને પણ બ્રેસ્ટ કેન્સર થયું હતું.

by Zalak Parikh
hina khan reveals that after her first chemo session mahima chaudhry came to support her

News Continuous Bureau | Mumbai

Hina khan:  હિના ખાન બ્રેસ્ટ કેન્સર સામે લડી રહી છે. હાલ અભિનેત્રી નો ઈલાજ ચાલી રહ્યો છે. કીમો સેશન દરમિયાન હિના ખાન ને હોસ્પિટલ માં મળવા બોલિવૂડ અભિનેત્રી પહોંચી હતી જેને પણ બ્રેસ્ટ કેન્સર થયું હતું.સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હિના ખાને તેની લેટેસ્ટ પોસ્ટ માં આ વિશે જણાવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : Malaika arora father death: આ કારણે થયું હતું મલાઈકા ના પિતા અનિલ મહેતા નું નિધન, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો આ વાતનો ખુલાસો

હિના ખાન ને પ્રોત્સાહિત કરવા પહોંચી મહિમા ચૌધરી 

હિના ખાને મહિમા ચૌધરી ના જન્મદિવસ પર તેના ઇન્સ્ટા પર તેની સાથે બે તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં હિના ખાન હોસ્પિટલના બેડ પર બેઠેલી જોવા મળી રહી છે અને મહિમા ચૌધરી તેની બાજુમાં બેઠેલી જોવા મળી રહી છે. આ સાથે હિના ખાને કેપ્શનમાં લખ્યું છે કે, ‘આ તસવીર મારા પ્રથમ કીમોના દિવસની છે, તે દિવસે હોસ્પિટલમાં એક મહિલા મારી સામે આવી જાણે કે તે કોઈ દેવદૂત હોય. તેણે મારી સાથે સમય વિતાવ્યો અને આ સમય દરમિયાન તેણે મને દરેક પગલા પર પ્રોત્સાહિત અને સાંત્વના પણ આપી. મહિમાએ આ મુશ્કેલ સમયમાં મારો રસ્તો બતાવ્યો તે ખરેખર એક હીરો અને સુપર હ્યુમન છે.’


તમને જણાવી દઈએ કે, મહિમા ચૌધરી એ સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર સામે લડાઈ લડી છે. જોકે, 2 વર્ષ પહેલા અભિનેત્રીએ બ્રેસ્ટ કેન્સરને હરાવીને જીવનની લડાઈ જીતી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More