ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
22 ઓક્ટોબર 2020
અક્ષય કુમાર અને કિયારા અડવાણીની આવનારી ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ રિલીઝ પહેલા જ વિવાદમાં સપડાઈ ગઇ છે. ફિલ્મના નામ પર લોકો વાંધો ઉઠાવી રહ્યાં છે. આરોપ લગાવવામાં આવી રહ્યાં છે કે આ ફિલ્મનું ટાઇટલ લવ જેહાદને પ્રમોટ કરે છે. હિન્દુ સેના નામના સંગઠને આ ફરિયાદ કેન્દ્રિય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કરી છે. હિંદુ સેનાએ ફિલ્મની કાસ્ટ, ક્રૂ અને પ્રમોટર્સના વિરુદ્ધ ફરિયાદ કરતો એક પત્ર લખ્યો છે. આ પત્રમાં ફિલ્મમેકર્સ પર આરોપ મુકવામાં આવ્યો છે કે તેમણે ફિલ્મમાં માતા લક્ષ્મીનો ખોટી રીતે ઉપયોગ કરીને હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે. જેથી આ ફિલ્મનું ટાઇટલ બદલવાની માંગણી કરવામાં આવી છે.
આ અંગે હિંદુ સેનાના પ્રેસિડન્ટે જણાવ્યું છે કે, જો ફિલ્મનું ટાઇટલ બદલવામાં નહીં આવે તો તેઓ હાઇકોર્ટના દરવાજા ખખડાવશે અને ફિલ્મનો બહિષ્કાર કરશે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયુ હતું ત્યારે સોશિયલ મીડિયા પર #શેમ ઓન અક્ષય કુમાર ટ્રેન્ડ થવા લાગ્યું હતું. નોંધનીય છે કે આ ફિલ્મ ૯ નવેમ્બર ના રોજ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે.
અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બૉમ્બ’ રિલીઝ પહેલા જ વિવાદોમાં આ સપડાઈ, હિન્દુ સેનાએ આપી આ ધમકી… જાણો વિગતે
