Site icon

તૂટી ગયું 10 વર્ષનું લગ્નજીવન- યો યો હની સિંહ અને શાલિની તલવારે લીધા છૂટાછેડા- ભરણપોષણ પેઠે આપ્યા આટલા કરોડ રૂપિયા

News Continuous Bureau | Mumbai

બોલીવુડ સિંગર(Bollywood singer) અને રેપર હની સિંહ(Rapper Honey Singh) અને શાલિની તલવારના(Shalini Talwar) ૧૦ વર્ષ જૂના લગ્ન હવે ખતમ થઈ ગયા છે. હની સિંહ અને શાલિની તલવાર ૨૩ જાન્યુઆરી ૨૦૧૧ ના દિલ્હી સ્થિત એક ગુરૂદ્વારમાં(Gurdwara) શીખ રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન એટલા સિક્રેટ હતા કે ત્રણ વર્ષ બાદ બંનેના અફેરના સમાચાર મીડિયામાં આવ્યા હતા. જોકે, શાલિની તલવારે હની સિંહ પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને ગત વર્ષે છૂટાછેડાની અરજી(Divorce petition) કોર્ટમાં દાખલ કરી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે શાલિનીએ છૂટાછેડા માટે ૧૦ કરોડ રૂપિયા માગ્યા પરંતુ તેને તેના કરતા ઓછા મળ્યા. 

Join Our WhatsApp Community

કોરોના વાયરસ(Corona virus) દરમિયાન શાલિનીએ પૂર્વ પતિ હની સિંહ પર મારામારી-ઘરેલુ હિંસા(Assault-domestic violence) અને બીજી મહિલાઓ સાથે સંબંધ બનાવવા જેવા ગંભીર આરોપ લગાવ્યા હતા. દિલ્હીના સાકેત ડિસ્ટ્રિક ફેમિલી કોર્ટે(District Family Court) હવે હની સિંહ અને શાલિનીના છૂટાછેડા પર ચૂકાદો આપી દીધો છે. હની સિંહથી અલગ થવા પર શાલિનીએ લગભગ ૧૦ કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી હતી, પરંતુ તેને ૧ કરોડ રૂપિયાથી સંતોષ માનવો પડ્યો. આ રૂપિયા તેમને ચેકના રૂપમાં સીલબંધ પરબિડીયામાં આપવામાં આવ્યા. 

આ સમાચાર પણ વાંચો: પહેચાન કૌન- તસવીરમાં દેખાતી આ ક્યૂટ છોકરી છે સાઉથથી લઈને બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માં લોકપ્રિય -જાણો તે અભિનેત્રી વિશે   

ઉલ્લેખનીય છે જ હની સિંહ અને શાલિની લગભગ ૨૦ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. વર્ષ ૨૦૧૧ માં લગ્નના થોડા વર્ષ બાદ બંને વચ્ચે અણબનાવના સમાચાર આવવા લાગ્યા હતા. શાલિનીએ વર્ષ ૨૦૨૧ માં દિલ્હીની તીસ હજારી કોર્ટમાં છૂટાછેડા અરજી દાખલ કરી હતી. હની સિંહ પર આરોપ લગાવતા શાલિનીએ દાવો કર્યો હતો કે, લગ્ન બાદ પણ અન્ય મહિલાઓ સાથે તેના સંબંધ હતા.

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version