News Continuous Bureau | Mumbai
અભિનેત્રી રેખા તેની શ્રેષ્ઠ ફિલ્મો માટે જ નહીં પરંતુ તેના અંગત જીવન માટે પણ જાણીતી છે. રેખાએ તેમના જમાનાના પ્રખ્યાત અભિનેતા વિનોદ મહેરા સાથે લગ્ન કર્યા હતા. આજે અમે તમને આ લગ્ન સાથે જોડાયેલો એક પ્રખ્યાત કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ. વાસ્તવમાં વિનોદ મહેરાએ એક-બે નહીં પરંતુ ચાર લગ્ન કર્યા હતા. વિનોદ મહેરાના પહેલા લગ્ન તેમની માતાની ઈચ્છા પર મીના બ્રોકા સાથે થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં, ત્યારબાદ વિનોદ અને મીનાના છૂટાછેડા થઈ ગયા.
મીનાથી છૂટાછેડા પછી વિનોદ મહેરાના જીવનમાં અભિનેત્રી બિંદિયા ગોસ્વામી આવી હતી. જો અહેવાલોનું માનીએ તો, વિનોદ મહેરા અને બિંદિયા ગોસ્વામી વચ્ચેના સંબંધોમાં વિનોદ મહેરાની કારકિર્દી ખતમ થઈ ત્યારથી ખટાશ આવવા લાગી હતી. કહેવાય છે કે આ પછી બિંદિયા ગોસ્વામી વિનોદ મહેરાને છોડીને ફિલ્મ નિર્માતા જે.પી. દત્તા સાથે લગ્ન કર્યા હતા.આ ઘટનાથી વિનોદ મહેરા ચોંકી ગયા અને તેમણે બિંદિયાને પાછી લાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ સફળતા મળી નહીં. બિંદિયાના ગયા પછી વિનોદ મહેરાના જીવન માં રેખા આવી અને તેમને રેખા સાથે ત્રીજા લગ્ન કર્યા હતા.
આ સમાચાર પણ વાંચો : સાયરા બાનું ગુપચુપ થઈ ગઈ, કોઈના સાથે હવે વાત જ નથી કરતી, શું થયું છે તેમને?, જાણો અહીં
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગ્ન પછી રેખા જ્યારે તેના સાસરે પહોંચી અને તેની સાસુ એટલે કે વિનોદ મહેરાની માતાના પગને સ્પર્શ કરવા ગઈ, ત્યારે દંગ થઈ ગયેલી સાસુએ રેખાને મારવા માટે ચપ્પલ ઉપાડ્યા. વાસ્તવમાં વિનોદ મહેરાની માતા રેખાને પસંદ નહોતી કરતી. આ ઘટનાથી રેખા ચોંકી ગઈ હતી અને બાદમાં સંબંધોમાં તિરાડ આવી અને રેખા અને વિનોદ મહેરાના અલગ થવાનું કારણ બની હતી. તમને જણાવી દઈએ કે વિનોદ મહેરાએ કિરણ મહેરા સાથે ચોથી વાર લગ્ન કર્યા હતા અને 45 વર્ષની ઉંમરે હાર્ટ એટેકના કારણે અભિનેતાનું નિધન થયું હતું.