Dhurnadhar: ધુરંધર ને મળ્યો ઋત્વિક અને અક્ષય કુમાર નો સાથ, દિગ્ગ્જ અભિનેતાઓએ ફિલ્મ ના વખાણ કરતા કહી આવી વાત

Dhurnadhar: રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મની સફળતાને જોઈને અભિનેતા અક્ષય કુમાર અને ઋત્વિક રોશન સહિત ઘણા દિગ્ગજ કલાકારોએ સોશિયલ મીડિયા પર ફિલ્મની વાર્તા અને ડાયરેક્શનના ભરપેટ વખાણ કર્યા છે.

by Zalak Parikh
hrithik roshan and akshay kumar praised ranveer singh dhurandhar

News Continuous Bureau | Mumbai

Dhurnadhar: રણવીર સિંહ અભિનીત સ્પાય ડ્રામા ફિલ્મ ‘ધુરંધર’ દર્શકોનો ભરપૂર પ્રેમ મેળવી રહી છે અને રિલીઝના છઠ્ઠા દિવસે જ  ૧૫૦ કરોડથી વધુનું કલેક્શન કરી લીધું છે. આ ફિલ્મની સફળતા પર બોલિવૂડના દિગ્ગજ અભિનેતાઓ અક્ષય કુમાર અને ઋત્વિક રોશને પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ફિલ્મના વખાણ કર્યા છે.

આ સમાચાર પણ વાંચો : Salman Khan: સલમાન ખાનનો મેગા પ્રોજેક્ટ: તેલંગાણામાં ₹ ૧૦ હજાર કરોડની ટાઉનશિપ, ફિલ્મ સ્ટુડિયો ઉપરાંત આ હશે મુખ્ય આકર્ષણ!

અક્ષય કુમારે વાર્તાને ગણાવી રસપ્રદ

અક્ષય કુમારે પોતાના X (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને ‘ધુરંધર’ની ખૂબ પ્રશંસા કરતા લખ્યું, “મેં ‘ધુરંધર’ જોઈ અને આશ્ચર્યચકિત થઈ ગયો. કેટલી રસપ્રદ વાર્તા છે. ડાયરેક્ટર આદિત્ય ધર, તમે આ ફિલ્મ ખૂબ જ સારી રીતે બનાવી છે. આપણે આપણી વાર્તાઓને અસરકારક રીતે કહેવાની જરૂર છે. હું ખૂબ જ ખુશ છું કે દર્શકો પણ આ ફિલ્મને તે તમામ પ્રેમ આપી રહ્યા છે, જેની તે હકદાર છે.”


ઋત્વિક રોશને પણ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી સેક્શનમાં ‘ધુરંધર’ ફિલ્મ વિશે પોસ્ટ કરી.તેણે આ ફિલ્મને ‘અમેઝિંગ’ ગણાવી.ઋત્વિક રોશન આ ફિલ્મની સ્ટોરીટેલિંગથી પ્રભાવિત થયા હતા અને તેમનું કહેવું છે કે સિનેમાના એક વિદ્યાર્થી તરીકે તેમણે આ ફિલ્મમાંથી ઘણું ખરું શીખ્યું છે.

ફિલ્મ ‘ધુરંધર’માં રણવીર સિંહ ઉપરાંત અક્ષય ખન્ના, આર. માધવન, અર્જુન રામપાલ, સારા અર્જુન, રાકેશ બેદી અને દાનિશ પંડોર જેવા શાનદાર કલાકારો છે. ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર છ દિવસમાં લગભગ ૧૮૦ કરોડની કમાણી કરી છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More