Site icon

શું બીજી વખત લગ્ન કરશે હૃતિક રોશનની એક્સ વાઈફ સુઝેન ખાન- બોયફ્રેન્ડે પણ કહી દીધી આ વાત

News Continuous Bureau | Mumbai

બોલીવુડ અભિનેતા (Bollywood actress) ઋત્વિક રોશન(Hrithik Roshan) હાલમાં પોતાના રિલેશનશિપને(relationship) લઇને ચર્ચામાં રહે છે. તેનું નામ સતત અભિનેત્રી સબા આઝાદ(Saba Azad) સાથે જોડાયેલું રહ્યું છે. જોકે બંનેએ પોતાના સંબંધોની પુષ્ટિ તો નથી કરી, પરંતુ બંનેને ઘણીવાર એકબીજા સાથે સ્પોટ કરવામાં આવે છે અને અવારનવાર રોમેન્ટિક જેસ્ચરમાં(romantic gesture) કપલ જોવા મળે છે. પરંતુ ફક્ત ઋત્વિક રોશન જ નહી પરંતુ તેની એક્સ વાઇફ સુઝૈન ખાન(Ex wife Suzanne Khan) પણ ડેટિંગના સમાચારોને(dating news) લઇને ચર્ચામાં છે અને સોશિયલ મીડિયા(Social media) પર સમાચારો ફેલાઇ રહ્યા છે કે સુઝૈન ખાન ફરી એકવાર પોતાનું ઘર વસાવવા જઇ રહી છે.  

Join Our WhatsApp Community

સુઝૈન ખાન અને અર્સલાન ગોની(Arslan Goni) મોટાભાગે એક સાથે ચર્ચામાં રહે છે. તેમના ડેટિંગની અફવાઓ(Dating Rumors) ગત થોડા સમયથી ચાલી રહી છે અને જોકે બંને મોટાભાગે એક સાથે પાર્ટી કરતાં અથવા રજા માણતા જોવા મળે છે. જોકે તેમણે અફવાઓની ના તો પુષ્ટિ કરી છે અને ના તો ખંડન કર્યું છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે જ્યાં એકબીજાની પોસ્ટ પર કોમેન્ટ કરતા રહે છે. આ ઉપરાંત અતેમના ફોટા, પાર્ટીમાં હાજરી અને એકસાથે ટ્રાવેલ કરવું આગમાં ઘી હોમવાનું કામ કરે છે. 

 આ સમાચાર પણ વાંચો : અનુ મલિક નો પહેલો પ્રેમ સારેગામાપા- તેનું શૂટિંગ કરવા માટે આ શો છોડી દીધો

તાજેતરમાં જ સુઝૈન અને અર્સલાનના જલદી જ લગ્નના બંધનમાં(bond of marriage) બંધાવવાના સમાચાર સામે આવ્યા.  હવે, અર્સલાને સુજૈન સાથે પોતાના લગ્નની અફવાઓ વિશે રહસ્ય ખોલ્યું અને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું 'હું આ વિશે વાત કરવા માંગતો નથી. મને મારા અંગત જીવન વિશે વાત કરવી પસંદ નથી. મને ખબર નથી કે તેના વિશે કોણે વાત કરી છે. હું ઇસ્ટાગ્રામ(Instagram) પર સૌથી પહેલાં ટેગ જોયો. આગળ તેમણે કહ્યું કે તેમને ખબર નથી કે તેના વિશે કોણે લખ્યું છે. જેણે આ વિશે લખ્યું છે હું તેમને કહીશ કે મને જણાવે કે આ નિર્ણય કોણે અને ક્યારે અને ક્યાં લીધો. 

અર્સલાને કહ્યું કે તેમણે જાણી જાેઇને પોતાના અંગત જીવન વિશે વાત ન કરવાનો નિર્ણય કર્યો નથી કારણ કે તેમણે પોતાના અંગત જીવન વિશે વાત કરવી પસંદ નથી અને અહીં સુધી કે પોતાના મિત્રોની સાથે પણ અંગત જિંદગીની ચર્ચા પસંદ કરતા નથી. અર્સલાને કહ્યું કે તેમની અંગત જીંદગી સારી છે અને કામની જીંદગી પણ સારી છે. સાથે જ ના તો તે કંઇ છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા નથી અને ના તો પોતાની અંગત જિંદગીને લઇને કોઇના પ્રત્યે જવાબદેહ છે. અર્સલાને કહ્યું કે હું તેનો શો બનાવવા માંગતો નથી. હું તે વ્યક્તિ બનવા માંગતો નથી. એક અભિનેતાના રૂપમાં, મારી અંગત જિંદગી છે જે અમારી પાસે બચી છે. જાે હું તેની સાથે જઈ રહ્યો છું, તો હું તે પાર્ટીમાં તેનાથી અલગ થઇને એન્ટ્રી કરીશ નહીં. જે છે સામે છે. આ ઉપરાંત એક્ટરે એ પણ જણાવ્યું કે સુજૈન અને અર્સલાન તાજેતરમાં જ રજાઓ માણવા માટે કેલિફોર્નિયા ગયા હતા.

આ સમાચાર પણ વાંચો : કલ્કી કોચલીન પરફેક્ટ માતા બનવા માંગે છે-પોતાના નવજાતને બ્રેસ્ટ ફીડિંગ થી વંચિત ન રાખવા માટે કરે છે આ અઘરું કામ

Dharmendra Hospitalized: દિગ્ગ્જ અભિનેતા ધર્મેન્દ્ર ની તબિયત બગડી! હોસ્પિટલ માં થયા દખાન, જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય
Ayushmann Khurrana: ‘થામા’ની સફળતા બાદ આયુષ્માન ખુરાનાને મળ્યો સૂરજ બડજાત્યાનો પ્રોજેક્ટ, કહી આવી વાત
Baahubali: The Epic: ‘બાહુબલી: ધ એપિક’નો ચાલ્યો જાદુ! દિલ્હી અને મુંબઈમાં કેટલા છે ટિકિટના ભાવ? જુઓ સૌથી મોંઘી અને સસ્તી સીટની કિંમત
Dining With The Kapoors: રોશન બાદ હવે કપૂર ખાનદાન ના ખુલશે રહસ્ય, આવી રહી છે ‘ડાઇનિંગ વિથ ધ કપૂર્સ’, જાણો ક્યારે રિલીઝ થશે આ ડોક્યુમેન્ટ્રી
Exit mobile version