Hrithik roshan and saba azad: રિતિક રોશન ની ગર્લફ્રેન્ડ સબા આઝાદે કરી અભિનેતા ના પરિવાર સાથે દિવાળી ની ઉજવણી, એકબીજા ના હાથ માં હાથ નાખી જોવા મળ્યું કપલ

Hrithik roshan and saba azad: રિતિક રોશન ની ગર્લફ્રેન્ડ સબા આઝાદ એ અભિનેતા ના પરિવાર સાથે દિવાળી ની ઉજવણી કરી હતી. રિતિક રોશને તેની દિવાળી પાર્ટીની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં રિતિક અને સબા હાથ પકડેલા જોવા મળે છે.

by Zalak Parikh
hrithik roshan girlfriend saba azad celebrate diwali with actor family

News Continuous Bureau | Mumbai 

Hrithik roshan and saba azad: બોલિવૂડ સેલેબ્સ દિવાળી ની પાર્ટી માં વ્યસ્ત છે. દરરોજ સેલેબ્સ ની દિવાળી પાર્ટી ની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. આ દરમિયાન રિતિક રોશન ની ગર્લફ્રેન્ડ સબ આઝાદે અભિનેતા ના પરિવાર સાથે દિવાળી ની ઉજવણી કરી હતી. આ દરમિયાન રિતિક રોશને તેની દિવાળી પાર્ટીની કેટલીક સુંદર તસવીરો પણ શેર કરી છે. આ તસવીરો માં સબા આઝાદ રિતિક રોશન નો હાથ પકડેલી જોવા મળે છે. રિતિક રોશન દર વર્ષે તેના પરિવાર સાથે દિવાળી ની ઉજવણી કરે છે. 

 

રિતિક રોશને શેર કરી તસવીરો 

રિતિક રોશને તેના દિવાળી સેલિબ્રેશન ની તસવીરો શેર કરી છે. આ તસવીરો માં રિતિક રોશન તેના આખા પરિવાર સાથે સબા આઝાદનો હાથ પકડીને પોઝ આપતા જોવા મળે છે. આ તસવીરોમાં રિતિકના માતા-પિતા રાકેશ રોશન અને પિંકી રોશન પણ તેની સાથે જોવા મળી રહ્યા છે. તસવીરો શેર કરતા રિતિક રોશને કેપ્શન લખ્યું, ‘સુંદર લોકોને દિવાળીની શુભકામનાઓ.’ 

 

View this post on Instagram

 

A post shared by Hrithik Roshan (@hrithikroshan)


તમને જણાવી દઈએ કે, રિતિક રોશન સલમાન ખાન ની ફિલ્મ ટાઇગર 3 માં કેમિયો કરતો જોવા મળ્યો હતો. 

આ સમાચાર પણ વાંચોઃ War 2: યશરાજ ની સ્પાય યુનિવર્સ માં થઇ શકે છે આ અભિનેત્રી ની એન્ટ્રી!રિતિક રોશન ની વોર 2 માં કરશે કેમિયો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More