News Continuous Bureau | Mumbai
Hrithik roshan and saba azad: બોલિવૂડ સેલેબ્સ દિવાળી ની પાર્ટી માં વ્યસ્ત છે. દરરોજ સેલેબ્સ ની દિવાળી પાર્ટી ની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. આ દરમિયાન રિતિક રોશન ની ગર્લફ્રેન્ડ સબ આઝાદે અભિનેતા ના પરિવાર સાથે દિવાળી ની ઉજવણી કરી હતી. આ દરમિયાન રિતિક રોશને તેની દિવાળી પાર્ટીની કેટલીક સુંદર તસવીરો પણ શેર કરી છે. આ તસવીરો માં સબા આઝાદ રિતિક રોશન નો હાથ પકડેલી જોવા મળે છે. રિતિક રોશન દર વર્ષે તેના પરિવાર સાથે દિવાળી ની ઉજવણી કરે છે.
રિતિક રોશને શેર કરી તસવીરો
રિતિક રોશને તેના દિવાળી સેલિબ્રેશન ની તસવીરો શેર કરી છે. આ તસવીરો માં રિતિક રોશન તેના આખા પરિવાર સાથે સબા આઝાદનો હાથ પકડીને પોઝ આપતા જોવા મળે છે. આ તસવીરોમાં રિતિકના માતા-પિતા રાકેશ રોશન અને પિંકી રોશન પણ તેની સાથે જોવા મળી રહ્યા છે. તસવીરો શેર કરતા રિતિક રોશને કેપ્શન લખ્યું, ‘સુંદર લોકોને દિવાળીની શુભકામનાઓ.’
તમને જણાવી દઈએ કે, રિતિક રોશન સલમાન ખાન ની ફિલ્મ ટાઇગર 3 માં કેમિયો કરતો જોવા મળ્યો હતો.
આ સમાચાર પણ વાંચોઃ War 2: યશરાજ ની સ્પાય યુનિવર્સ માં થઇ શકે છે આ અભિનેત્રી ની એન્ટ્રી!રિતિક રોશન ની વોર 2 માં કરશે કેમિયો
