Site icon

રાકેશ રોશન પોતાની જ ફિલ્મ માં પુત્ર રિતિક રોશન ને કાસ્ટ કરવા નહોતા માંગતા, પછી આ રીતે મળ્યો તેને પહેલી ફિલ્મમાં રોલ

રાકેશ રોશન તેમની ફિલ્મ માં મોટા સ્ટાર્સ ને કાસ્ટ કરવા માટે જાણીતા હતા પરંતુ રાકેશ રોશને તેમના પુત્ર રિતિક રોશન ને મુખ્ય ભૂમિકા માં લેવા માટે ખચકાટ અનુભવતા હતા. પોતાની શરૂઆત ની કારકિર્દી વિશે વાત કરતા અભિનેતા જણાવ્યું કે કેવી રીતે તેના પિતાએ તેને કાસ્ટ કર્યો.

hrithik roshan says father rakesh roshan did not want to cast him in kaho na pyaar hai

રાકેશ રોશન પોતાની જ ફિલ્મ માં પુત્ર રિતિક રોશન ને કાસ્ટ કરવા નહોતા માંગતા, પછી આ રીતે મળ્યો તેને પહેલી ફિલ્મમાં રોલ

News Continuous Bureau | Mumbai

 અભિનેતા રિતિક રોશન ( hrithik roshan ) બોલિવૂડના સફળ અને સુંદર અભિનેતાઓમાંના એક છે. હાલમાં, અભિનેતા તેની આગામી ફિલ્મ ‘ફાઇટર’ને લઈને ચર્ચામાં છે. લીડ રોલ એક્ટર તરીકે રિતિક રોશને તેના પિતા રાકેશ રોશનની ( rakesh roshan ) ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી ( kaho na pyaar hai )  શરૂઆત કરી હતી. જો કે, તાજેતરમાં તેની શરૂઆતની કારકિર્દી વિશે વાત કરતાં તેણે જણાવ્યું કે કેવી રીતે તેના પિતા તેને મુખ્ય ભૂમિકામાં લેવા માટે અચકાતા હતા. તેથી જ તે સમયે રિતિક કામની શોધમાં હતો અને આ માટે તેણે લોન પર તેનું ફોટોશૂટ પણ કરાવ્યું હતું.

Join Our WhatsApp Community

ફોટોશૂટ માટે નહોતા પૈસા

રાકેશ રોશને પોતાની કારકિર્દીમાં એકથી વધુ હિટ ફિલ્મો કરી છે અને તે સમયે તેઓ તેમની ફિલ્મોમાં મોટા સ્ટાર્સને કાસ્ટ કરવા માટે જાણીતા હતા. એટલા માટે તે રિતિક ને લીડ રોલમાં કાસ્ટ કરવા નહોતા માંગતા. તેથી તેણે જાતે જ કામ શોધવાનું શરૂ કર્યું. અભિનેતાએ યાદ કર્યું કે કેવી રીતે તેની પાસે ફોટોશૂટ માટે પૈસા નહતા. તેથી તેણે ડબ્બુ રતનાની (વિખ્યાત સેલિબ્રિટી ફોટોગ્રાફર)ને તેની તસવીરો ક્લિક કરવા વિનંતી કરી અને કહ્યું કે તે તેને પછીથી પૈસા ચૂકવશે.

રિતિકે પિતા રાકેશ રોશન વિશે કહી આવી વાત

રિતિક કહે છે કે “મારા પિતા વારંવાર મને કહેતા કે, ‘હું તારા માટે કોઈ ફિલ્મ બનાવવાનો નથી, તું જાતે જ શોધ.’ અભિનેતા કહે છે, “તેથી મેં સ્ક્રીન ટેસ્ટ કરવાનું શરૂ કર્યું કારણ કે હું કામ શોધી રહ્યો હતો, પરંતુ મારી પાસે ફોટો સેશન માટે પૈસા નહોતા. મેં ડબ્બુ રત્નાનીને વચન આપ્યું હતું કે જ્યારે હું કમાવાનું શરૂ કરું ત્યારે હું તેને પૈસા આપીશ. દરમિયાન, મને અચાનક એક ઓફર મળી અને હું માત્ર એટલું જ જાણતો હતો કે મારે દિગ્દર્શકને સંતુષ્ટ કરવો છે.” રિતિકે આગળ જણાવ્યું કે તેના પિતાનું હૃદય કેવી રીતે બદલાઈ ગયું હતું અને તેને ફિલ્મમાં કાસ્ટ કર્યો હતો. રિતિકે વધુમાં ઉમેર્યું, “જ્યારે તે ( રાકેશ રોશન)એ સાંભળ્યું કે હું સ્ક્રીન ટેસ્ટ કરી રહ્યો છું અને ઑફર્સ મળી રહી છે, તેણે કદાચ એક દિવસ બેસીને વિચાર્યું કે શું થઈ રહ્યું છે, શું હું હારી રહ્યો છું?રિતિકે કહ્યું કે તે સમયે તેના પિતા રાકેશ રોશન એક ફિલ્મ બનાવી રહ્યા હતા જે નિષ્ફળ ગઈ અને તેને એક આઈડિયા આવ્યો. જ્યારે તે લેખકો સાથે સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા હતા, ત્યારે હું પણ આ પ્રક્રિયાનો એક ભાગ હતો. થોડા અઠવાડિયામાં, દરેકને લાગ્યું કે ફિલ્મને એક નવા વ્યક્તિની જરૂર છે. હું પણ એ અવાજનો એક ભાગ હતો. ત્યારે તેણે કહ્યું, ‘મારા મગજમાં તો નહોતું, પણ હું તને ફિલ્મમાં લઈ રહ્યો છું.’

આ સમાચાર પણ વાંચો:  મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન: શહેરમાં અહીં બનશે અંડરગ્રાઉન્ડ સ્ટેશન, અધધ 3,681 કરોડના ટેન્ડર મળી મંજૂરી…

 રિતિક રોશન ની કારકિર્દી

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ વર્ષે રિતિક રોશનની ફિલ્મ ‘વિક્રમ વેધા’ રીલિઝ થઈ હતી, જોકે આ ફિલ્મ સફળ રહી ન હતી. હવે અભિનેતા તેની આગામી એક્શન થ્રિલર ફિલ્મ ‘ફાઇટર’ પર કામ કરી રહ્યો છે જેમાં દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર પણ જોવા મળશે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 2024માં રિલીઝ થવાની શક્યતા છે.

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version