News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટર રિતિક રોશન(Hritik Roshan) આજકાલ પોતાની ફિલ્મો ને લઇ ને નહિ પરંતુ પોતાની પર્સનલ લાઈફને(personal life) લઈને ચર્ચામાં છે. તે ઉંમર માં તેનાથી નાની અભિનેત્રી સબા આઝાદને ડેટ (Saba Azad date)કરી રહ્યો છે અને ઘણીવાર તેની સાથે રોમેન્ટિક અંદાજમાં પણ જોવા મળ્યો છે. હવે બંનેની કેમેસ્ટ્રી જોઈને ઘણા લોકો તેમના લગ્ન (marriage)પર સવાલ ઉઠાવવા લાગ્યા છે. જો કે રિતિક અને સબાએ પોતે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ હાલમાં જ એક પ્રખ્યાત જ્યોતિષી સ્વર્ગસ્થ બેજાન દારૂવાલાની(Bejan Daruwalla) એક ભવિષ્યવાણી જબરદસ્ત ચર્ચામાં આવી છે. આ આગાહીમાં તેમણે રિતિક ના બીજા લગ્ન ને લઇ ને વાત કરી હતી.
બેજાન દારૂવાલાએ આ ભવિષ્યવાણી(prediction) ત્યારે કરી હતી જ્યારે રિતિક રોશન તેની પહેલી પત્ની સુઝેન ખાનથી અલગ થયો હતો. તેમણે રિતિક-સુઝાનના છૂટાછેડા(divorce) પછી ભવિષ્યવાણી કરી હતી કે રિતિક ની કુંડળીમાં બે લગ્નો(two time marriage) લખાયા છે. જો કે, ત્યારે રિતિક અને સબા કદાચ ડેટિંગ પણ નહોતા કરતા. હવે જ્યારે રિતિક સબા ના સંબંધ જગજાહેર થયા છે ત્યારે માનવામાં આવે છે કે બેજાન દારૂવાલાની આ આગાહી સાચી સાબિત થઈ શકે છે. સુઝૈન ખાનથી છૂટાછેડા લીધા બાદ હવે રિતિક રોશન આગળ (move on)વધી ગયો છે. તે આ દિવસોમાં અભિનેત્રી સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. તેમજ, સુઝૈન ખાન પણ અર્સલાન ગોનીને ડેટ કરી રહી છે. છૂટાછેડા પછી, બંનેએ તેમના બાળકો માટે મિત્રતાનું(friends) બંધન જાળવી રાખવાનું નક્કી કર્યું છે.હવે બંને પોત પોતાની જિંદગીમાં આગળ વધી ગયા છે.
આ સમાચાર પણ વાંચો : ફિલ્મ બ્રહ્માસ્ત્રના બીજા ભાગની વાર્તા આવી સામે -દીપિકા પાદુકોણ ભજવશે આ દમદાર પાત્ર
રિતિક રોશનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની ફિલ્મ 'વિક્રમ વેધા' (Vikram Vedha)રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં હૃતિક સૈફ અલી ખાન સાથે જોવા મળશે. આ ફિલ્મ સાઉથની રિમેક છે, જે આ વર્ષે 30 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આવશે.