News Continuous Bureau | Mumbai
રિતિક રોશન અને સબા આઝાદ બી-ટાઉનના લોકપ્રિય કપલમાંથી એક છે. બંને ઘણીવાર એકબીજા સાથે જોવા મળે છે. રિતિક અને સબા એ હજુ સુધી તેમના સંબંધને જાહેરમાં સ્વીકાર્યા નથી. પરંતુ આજે રિતિક અને સબાની એક ખાનગી પળોનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયોમાં રિતિક અને સબા એકબીજાને કિસ કરતા જોવા મળી રહ્યા છે.
સબા ને કિસ કરતો જોવા મળ્યો રિતિક
તાજેતરમાં જ સબા રિતિક એરપોર્ટ ડ્રોપ કરવા આવી હતી. કારમાંથી નીચે ઉતરતા પહેલા રીતિકે તેની ગર્લફ્રેન્ડ સબાને કિસ કરી હતી. આ દરમિયાન એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં રિતિક અને સબા કારમાં એકબીજાને કિસ કરતા દેખાઈ રહ્યા છે, ત્યારબાદ એક્ટર કારમાંથી બહાર નીકળી ને એરપોર્ટની અંદર જતા જોઈ શકાય છે.સબા ને ગુડબાય કિસ કર્યા બાદ રિતિક રોશને એરપોર્ટ પર હાજર ફોટોગ્રાફર્સ ને પોઝ આપ્યા હતા. વીડિયોમાં અભિનેતા તેની સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી રહ્યો છે. બંનેની આ પ્રેમાળ પળ જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે. આ પહેલા પણ બંને સાથે રહેતા હોવાના સમાચાર આવ્યા હતા. જોકે રિતિકે ટ્વીટ દ્વારા આ અહેવાલને ફગાવ્યા હતા. તેણે લખ્યું, ‘આ સમાચારમાં કોઈ સત્ય નથી. હું સમજું છું કે પબ્લિક ફિગર હોવાને કારણે લોકો મારા વિશે જાણવા ઉત્સુક છે, પરંતુ ખોટી માહિતી હોવી એ બિલકુલ સારું નથી.
View this post on Instagram
રિતિક રોશન નું વર્ક ફ્રન્ટ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રિતિક રોશન હાલમાં ફિલ્મ ‘ફાઈટર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે પહેલીવાર દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે. રિતિક અને દીપિકાએ તાજેતરમાં જ તેમના કાશ્મીર શેડ્યૂલનું શૂટિંગ પૂર્ણ કર્યું. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ મેગા બજેટ ફિલ્મ હોવાનું કહેવાય છે. આ ફિલ્મ 25 જાન્યુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.