Site icon

શું રિતિક રોશન થઇ છે આ ગંભીર બીમારી? જાણો કેવી છે અભિનેતાની તબિયત

Hrithik roshan suffering from serious blood disease, He spotted at medical centre for bone marrow transplant

શું રિતિક રોશન થઇ છે આ ગંભીર બીમારી? જાણો કેવી છે અભિનેતાની તબિયત

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર રિતિક રોશન ( Hrithik roshan ) માત્ર ફિલ્મો માં જ એક્શન હીરો નથી પરંતુ તે રિયલ લાઈફમાં પણ ફાઈટર છે. રિતિકે ઘણી ગંભીર બીમારીઓ નો ( suffering  ) સામનો કર્યો છે અને દરેક વખતે મુશ્કેલ પરિસ્થિતિઓ ને પાર કરી છે. તે જ સમયે, તાજેતરમાં જ તેના ચાહકો રિતિક રોશન વિશે ચિંતિત થઈ ગયા જ્યારે તે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ( bone marrow transplant ) ક્લિનિક ( medical centre ) ની બહાર જોવા મળ્યો. આ પછી તેના સ્વાસ્થ્યને લઈને ઘણા મીડિયા રિપોર્ટ્સમાં ચોંકાવનારા દાવા કરવામાં આવી રહ્યા છે. આવા જ એક રિપોર્ટમાં એવી અટકળો લગાવવામાં આવી છે કે રિતિક ને બ્લડ ( blood disease ) સંબંધિત બીમારી હોઈ શકે છે.

બોન મેરો ક્લિનિક ની બહાર જોવા મળ્યો રિતિક રોશન

રિતિક રોશન ને તાજેતરમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ક્લિનિક ની બહાર પાપારાઝી દ્વારા જોવામાં આવ્યો હતો. ત્યારબાદ એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે રૂટીન ચેકઅપ માટે ગયો હતો. આ પછી, એક મીડિયા હાઉસ ના તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેને લોહી સંબંધિત કોઈ ગંભીર બીમારી છે પરંતુ તેની સાથે સંબંધિત વિગતો હજુ સામે આવી નથી. જો કે, આ અહેવાલોને હજુ સુધી સમર્થન મળ્યું નથી.આ રિપોર્ટમાં રિતિક રોશનની લોહીની બીમારીને માથાની જૂની ઈજા સાથે જોડવામાં આવી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ‘બેંગ-બેંગ’ ફિલ્મના શૂટિંગ દરમિયાન અભિનેતા ને માથામાં ગંભીર ઈજા થઈ હતી. બે મહિના પછી, આ કારણે તેને મગજની સર્જરી કરાવવી પડી. આ સર્જરીમાં તેના મગજમાંથી લોહી ના ગંઠાવાનું દૂર કરવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો:  ‘અલી બાબા ચેપ્ટર 2’માં થઇ નવા અલી ની એન્ટ્રી, આ અભિનેતાએ લીધી શીજાન ની જગ્યા, તુનિષા શર્મા નો છે ખાસ મિત્ર

ડિપ્રેશન ની બીમારીથી પીડિત હતો અભિનેતા

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા રિતિક રોશને પોતાની ડિપ્રેશન સામેની લડાઈ વિશે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું હતું કે ‘જ્યારે હું ફિલ્મ વોર કરી રહ્યો હતો, ત્યારે મને લાગ્યું કે હું મરી રહ્યો છું. હું ફિલ્મ માટે તૈયાર નહોતો, હું એક અલગ મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો. ફિલ્મ પછી હું સંપૂર્ણપણે થાકી ગયો હતો. હું 3-4 મહિનાથી તાલીમ લઈ રહ્યો ન હતો, મારી તબિયત સારી નહોતી. ત્યારે જ મને સમજાયું કે મારે જીવનમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે.

Exit mobile version